Saturday, 28 Mar, 4.08 pm આજકાલ

ગુજરાત
કોરોના વાયરસના કારણે ગુજરાતમાં વધુ એક મોત, અ'વાદમાં 46 વર્ષીય મહિલાએ તોડ્યો દમ

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે વધુ એક દર્દીએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં કોરોનાની સારવાર લેતા વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. અમદાવાદમાં કોરાનાના કારણે આ બીજા દર્દીએ જીવ ગુમાવ્યો છે. આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મહિલા અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ગુજરાતમાં કોરાનાના કારણે કુલ 4 દર્દીના મોત થયા છે. જેમાં સુરતમાં એક, ભાવનગરમાં એક અને અમદાવાદના 2 દર્દીનો સમાવેશ થાય છે.


આ મહિલા દર્દી અંગે જાણવા મળતી વિગત અનુસાર 46 વર્ષીય મહિલાને 26 માર્ચના રોજ એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના સિવાય તેમને હાઈપરટેન્શન, ડાયાબિટીસની પણ બીમારી હતી. સ્વાસ્થ્ય સમસ્યાના કારણે તેઓ વેન્ટીલેટર પર હતા અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top