આજકાલ

320k Followers

કોરોનાની વેકસીન દેશભરમાં ફ્રીમાં આપવામાં આવશે : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની સૌથી મોટી જાહેરાત

02 Jan 2021.12:08 PM

દેશમાં કોરોનાની રસી માટે ડ્રાય રન શરુ થયો છે. દેશભરના 116 જિલ્લાના 259 સેન્ટર પર વેકસીન માટે ડ્રાય રન ચાલી રહ્યું છે દિલ્હીમાં ત્રણ સેન્ટરમાં ડ્રાય રન ચાલી રહ્યું છે. અહીં કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન પહોંચ્યા હતા. તેમણે આ તકે સૌથી મોટી જાહેરાત કરી હતી.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે દેશભરમાં કોરોનાની રસી ફ્રી આપવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું હતું કે દેશવાસીઓએ કોરોનાની રસીને લઈને જે અફવાઓ ફેલાયેલી છે તેના પર ધ્યાન ન આપવું.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં ડ્રાય રનની ચકાસણી માટે પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે દેશમાં રસીકરણ અને રસીને લઈને કોઈ વ્યક્તિ ગેરસમજમાં ન રહે.

આ દેશની જનતાની સુરક્ષા માટે છે.

તેમણે કહ્યું હતું કે, લોકોને અપીલ છે કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે. વેકસીન આપણી સુરક્ષા માટે છે. તે જનતા માટે સુરક્ષિત છે તે સુનિશ્ચિત કરવું સરકારની પ્રાથમિકતા છે. જ્યારે પોલિયોની રસી આપવાની શરુઆત થઈ હતી ત્યારે પણ અફવાઓ ફેલાઈ હતી. પરંતુ લોકોએ રસી લીધી અને આજે ભારત પોલિયો મુક્ત છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: aajakal

#Hashtags