Dailyhunt
મહિલા અધિકારીઓને સેનામાં મળશે કાયમી કમિશન

મહિલા અધિકારીઓને સેનામાં મળશે કાયમી કમિશન

આજકાલ 6 years ago

સુપ્રીમ કોર્ટે સેનામાં કાયમી કમિશનથી વંચિત રહેલી મહિલા અધિકારીઓની અરજી પર પોતાનો ચુકાદો આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર મહોર લગાવીને કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો છે. કેન્દ્રને આ નિર્ણયને અમલમાં મૂકવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો. સુપ્રીમ કોર્ટનો નિર્ણય કોમ્બેટ વિંગ સિવાય તમામ વિંગને લાગુ પડશે.

જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ અજય રસ્તોગીની ખંડપીઠે ચુકાદો આપતા કહ્યું કે સેનામાં મહિલા અધિકારીઓની નિમણૂક એક ઉત્ક્રાંતિ પ્રક્રિયા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો નથી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati