Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
માળિયાના કડાયાની સીમમાં ગોડાઉનમાંથી ૫૦૦ કિલો કેરીની ચોરી

માળિયાના કડાયાની સીમમાં ગોડાઉનમાંથી ૫૦૦ કિલો કેરીની ચોરી

આજકાલ 3 weeks ago

માળીયાહાટીના તાલુકાના કડાયાની સીમમાં ગોડાઉનના તાળા તોડી અજાણ્યા ઇસમો ૩૭ હજારથી વધુની કેસર કેરીની સીઝન ચાલી રહી છે. પુષ્કળ માત્રામાં વેચાણ પણ થઈ રહ્યું છે. સામાન્ય લોકો ઉપરાંત તસ્કરોને પણ કેરી નો ચસ્કો લાગ્યો છે. કેરી ખાવાના શોખીન તસ્કરોએ પૈસા આપી ખરીદવાના બદલે કેરીની ચોરી કરી લીધી હતી. માળીયાહાટીના તાલુકાના કડાયા ની સીમમાં બગીચો ધરાવતા વલ્લ ભભાઈ અરજણભાઈ ડઢાણીયા એ કેરીનો ઈજારો મુકેશભાઈ સોલંકી ને આપ્યો હતો.

મુકેશભાઈએ કેરી ભરેલા બાચકા ગોડાઉનમાં રાખ્યા હતા. બુધવારે રાત્રે અજાણ્યા ઇસમોએ ગોડાઉનના તાળા તોડી તે ૩૭ હજારથી વધુ ની કિંમત નહીં ૫૦૦ કિલો ચોરી કરી ગયા હતા. આ અંગે વલ્લ ભભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati