Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
માણાવદરના જાંબુડા ડેમનું લાખોના ખર્ચે થયેલું સમારકામ ૧૫ જ દિવસમાં ધોવાયું

માણાવદરના જાંબુડા ડેમનું લાખોના ખર્ચે થયેલું સમારકામ ૧૫ જ દિવસમાં ધોવાયું

આજકાલ 1 week ago

માણાવદર તાલુકાના જાંબુડા ગામે સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી અને ભ્રષ્ટ્રાચારનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લ ા સાત વર્ષથી લીકેજની સમસ્યા ધરાવતા જાંબુડાના ડેમનું લાખો પિયાના ખર્ચે સમારકામ માત્ર ૧૫ દિવસ પહેલા જ પૂર્ણ કરવામાં આવ્યું હતું.જોકે, ચોમાસાના પહેલા જ સામાન્ય વરસાદમાં આ ડેમ ચારેય જગ્યાએથી ફરીથી લીકેજ થઈ ગયો છે. આ ઘટનાથી તંત્રની કામગીરીની પોલ ખુલ્લ ી પડી છે અને ડેમ પહેલા કરતાં પણ વધુ ખરાબ હાલતમાં આવી ગયો છે.આ સરકારી બેદરકારીને કારણે જાંબુડા ગામ અને માણાવદરનો ગાયત્રી મંદિર વિસ્તાર પાણીની ઝપેટમાં આવી જવાનો મોટો ખતરો છે.

ભારે વરસાદમાં ડેમ તૂટશે તો ખેડૂતોની હજારો વીઘા જમીન ધોવાઈ જવાની અને પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના હોવાથી સ્થાનિક ગ્રામજનો ભયભીત છે.આ ગંભીર ભ્રષ્ટ્રાચાર અંગે જાગૃત નાગરિક રાજ કાનગડે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, ૧૫ દિવસ પહેલા કામ પૂં થયા બાદ ડેમ લીકેજ થતાં સવાલ થાય છે કે સિંચાઈ વિભાગે ડેમ રીપેર કરવા આપ્યો હતો કે લીકેજ વધારવા? યારે સરપંચે રજૂઆત માટે સિંચાઈ વિભાગના કાર્યપાલક ગઢવીને ફોન કરીને રજૂઆત કરી હતી.જાંબુડાના વતની કાનભાઈએ પણ જણાવ્યું કે અવારનવાર રજૂઆતો બાદ રીપેરીંગ કરાયું છતાં ડેમ પહેલા કરતા વધુ ખરાબ સ્થિતિમાં છે. ડેમ તૂટશે તો જાંબુડા ગામ અને ગાયત્રી મંદિર વિસ્તારમાં પાણી ઘૂસી જશે. અધિકારીઓ ગંભીરતા દાખવી કોઈ જાનહાનિ થાય તે પહેલાં તાત્કાલિક ડેમ રીપેર કરે તેવી માંગ છે.આ મામલે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર વિવેક ગઢવીનો સંપર્ક કરતા તેમણે પોતે રજા પર હોવાનું બહાનું આગળ ધયુ હતું. યારે ડેપ્યુટી એન્જિનિયર એમ.એલ. ખાંભલાએ અજીબોગરીબ બચાવ કરતા કહ્યું કે, અમે જે જગ્યાએ રીપેરીંગ કરાવ્યું હતું આ તે ભાગ નથી, પરંતુ સામેની દીવાલનો ભાગ છે, જોકે અમે સ્થળ મુલાકાત લઈશું

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati