Dailyhunt
મફત વોઈસ કોલ સેવાના બહાને નબળી સેવા નહીં ચાલે

મફત વોઈસ કોલ સેવાના બહાને નબળી સેવા નહીં ચાલે

આજકાલ 6 years ago

દેશની ટેલિકોમ કંપનીઓને ટ્રાઇ દ્રારા એવી ચેતવણી આપવામાં આવી છે કે ફ્રી વોઇસ કોલ સેવાના બહાને નબળી કક્ષાની સર્વિસ ચલાવી લેવામાં આવશે નહીં અને તેની સામે દંડાત્મક કાર્યવાહી થશે.
એશિયા આર્થિક સંવાદ કાર્યક્રમમાં બોલતા ટ્રાઈના ચેરમેન આર.એસ શર્માએ એમ કહ્યું હતું કે કોલ ડ્રોપ નો મુદ્દો અમારા એજન્ડા પર છે અને તેના પર અમારી સતત નજર છે.એમણે કહ્યું કે કોલ ડ્રોપ ને લઈને ટ્રાઇ દ્રારા કંપનીઓ પર જંગી દડં ની જોગવાઈ ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી છતાં લોકોને ટેલિ કંપની સેવા શ્રે ગુણવત્તા વાળી મળે તે માટે ટ્રાય સતત આ દિશામાં કામ કરશે.


તેમણે કહ્યું કે મોટાભાગની ટેલિકોમ કંપનીઓ મફત વોઈસ કોલ ની સુવિધા આપી રહી છે ત્યારે એવી દલીલો થઇ છે કે જો કંઈક મફત કંપનીઓ આપતી હોય તો તેના પર ટ્રાઈ કેટલો દડં લઈ શકે છે કારણ કે મફત થવાથી કંપનીઓને કોઈ આવક થતી નથી.

ચેરમેને કહ્યું કે આ દલીલમાં કોઈ દમ નથી મૂળ વાત એ છે કે લોકોને ગુણવત્તાવાળી સેવા મળવી જોઈએ. મફત વોઈસ કોલ સેવાના નામે કે તેના બહાને લોકોને હલકી ગુણવત્તાવાળી સેવા આપવામાં આવશે તો મોટા દડં ફટકારવામાં આવશે તેમાં કોઈ શંકા નથી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati