Tuesday, 03 Mar, 11.20 am આજકાલ

હોમ
માર્ચ સુધીમાં પાન-આધાર લિન્કના કયુ તો રૂા.૧૦૦૦૦નો દંડ

તમે ૩૧ માર્ચ, ૨૦૨૦ની સમયમર્યાદા સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક નહીં કયુ હોય તો એ પછી નિષ્ક્રિય નંબરનો ઉપયોગ કરવા બદલ આવકવેરા વિભાગે તમારા પર .૧૦,૦૦૦નો દડં લગાડી શકે છે. ઇન્કમ ટેકસ વિભાગ આ વાતની પુષ્ટ્રિ કરી ચૂકયો છે કે આધારથી લિન્ક નહીં કરાવવા બદલ પાન કાર્ડને નિષ્ક્રિય કરી દેવામાં આવશે. આ ઉપરાંત આઇટી વિભાગે નવું નોટિફિકેશન જાહેર કરતાં કહ્યું હતું કે આવા પાનકાર્ડ હોલ્ડર્સને થી જોડાયેલી માહિતી નહીં ભરવા બદલ આવકવેરાની જોગવાઈ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.


ટેકસ નિષ્ણાતના જણાવ્યા મુજબ પાનકાર્ડથી સંકળાયેલી ખોટી માહિતી આપવા બદલ . ૧૦,૦૦૦નો દંડની જોગવાઈ છે. આવી લેવડદેવડમાં પેન કાર્ડથી જોડાયેલી માહિતી ભરવી અનિવાર્ય છે. આ સાથે કાર્ડની માહિતી નહીં આપવા પર પણ તમને દડં લાગી શકે છે.

જોકે તમે ને આધાર કાર્ડ સાથે લિન્ક કરી લો છો તો સક્રિય થઈ જાય છે અને લિન્કિંગની તારીખથી તમને કોઈ પણ પ્રકારનો દડં ભરવો નહીં પડે. વળી આધારથી લિન્ક નહીં કરાવવા બદલ જે લોકોનાં કાર્ડ નિષ્ક્રિય થઈ ગયાં હોય, તે લોકો ધ્યાન રાખે કે નવા પાન કાર્ડ માટે અરજી ના કરે, કેમ કે આધાર લિન્કની સાથે જૂનું પાનકાર્ડ પણ સક્રિય થઈ જશે.

પાન કાર્ડ-આધાર કાર્ડ લિન્કિંગની છેલ્લી તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૦ છે. આ પહેલાં સરકારે આ બંને દસ્તાવેજોને લિન્ક કરાવવાની ડેડલાઇન ઘણી વાર વધારી ચૂકી છે

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top