Monday, 17 Feb, 12.20 pm આજકાલ

હોમ
મોદીએ આપી શુભેચ્છા, કેજરીવાલ બોલ્યા- કાશ! તમે શપથ ગ્રહણમાં આવ્યા હોત તો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ સંયોજક અરવિંદ કેજરીવાલને સીએમ પદના શપથ લેવા પર શુભેચ્છા આપી, ત્યારબાદ જવાબ આપતા કેજરીવાલે તેમનો આભાર વ્યકત કર્યેા હતો. કેજરીવાલે તે પણ કહ્યું કે, તમે આ સમયે હાજર રહ્યાં હોત. તમને જણાવી દઈએ કે કેજરીવાલે પીએમ મોદીને આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસ પર હતા.


પીએમ મોદીએ ટીટ કયુ, 'હત્પં આજે દિલ્હીના સીએમ પદની શપથ લેવા માટે અરવિંદ કેજરીવાલને શુભેચ્છા આપુ છું. હત્પં તેમના ફળદાયી કાર્યકાળની પ્રાર્થના ક છું.' તેના પર કેજરીવાલે આભાર વ્યકત કરતા રીટીટ કયુ, 'તમારી શુભકામનાઓ માટે આભાર. કાશ! તમે આવી જાત, પરંતુ હત્પં સમજુ છું કે તમે વ્યસ્ત હતા. આપણે બધા ભારતીયો માટે દિલ્હીને ગર્વનું શહેર બનાવવા માટે સાથે કામ કરવું પડશે.'

ઉલ્લેખનીય છે કે શપથ લીધા બાદ પોતાની સરકારની બ્લૂપ્રિન્ટ નક્કી કરતા અરવિંદ કેજરીવાલે રાષ્ટ્ર્રીય રાજધાનીના ઝડપી ગતીથી વિકાસ માટે પીએમ મોદીના આશીર્વાદ માગ્યા અને કહ્યું કે, લોકોએ ભલે અલગ-અલગ પાર્ટીઓને મત આપ્યા હોય, પરંતુ તેઓ બધાના મુખ્યપ્રધાન છે. ઉપરાયપાલ અનિલ બૈજલે ઐતિહાસિક રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલને સીએમ પદના શપથ અપાવ્યા હતા. તેમના મંત્રીમંડળના સહયોગીઓમાં- મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, ઇમરાન હત્પસૈન, રાજેન્દ્ર પાલ ગૌતમ અને કૈલાશ ગેહલોતે પણ પદ તથા ગોપનિયતાના શપથ લીધા હતા.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top