Dailyhunt
મોરબીના વનાણિયામાં કૌટુંબિક કાકાએ ભત્રીજાને છરીના ઘા ઝીંકી હત્યા કરી

મોરબીના વનાણિયામાં કૌટુંબિક કાકાએ ભત્રીજાને છરીના ઘા ઝીંકી હત્યા કરી

આજકાલ 6 days ago

રાજકોટ મોરબીમાં કૌટુંબિક ભત્રીજા અને કાકા વચ્ચે ઝગડો થતા બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન યુવક ઉપર કાકાએ છરી વડે હુમલો કરતા છરીના ઊંડા ઘા લાગી જવાથી ગંભીર રીતે ઘવાયો હતો. સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. આવી બનાવ હત્યામાં પલટાતા મોરબી પોલીસ દોડી ગઈ હતી અને હત્યા કરી નાશી છૂટેલા કૌટુંબિક કાકાને સકંજામાં લીધો બનાવની પ્રાપ્ત વિગત મુજબ - મોરબીના વનાણિયા ગામે રહેતી મહેશ ગોરધનભાઈ રાઠોડ (ઉ.વ.૨૬)નો યુવક રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ઘર પાસે બેઠો હતો ત્યારે કૌટુંબિક કાકા સુરેશ કાનજીભાઈ રાઠોડ નશાની હાલતમાં ગાળો બોલતો હોવાથી તેને ભત્રીજા મહેશે ગાળો બોલવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ઝપાઝપી કરવા લાગ્યા હતા દરમિયાનઃ સુરેશ ઘરમાં જઈ છરી લઇ આવી ભત્રીજા મહેશ ઉપર હુમલો કરતા છરીના ઘા પેટ અને કમર સહિતના ભાગે લાગી જતા યુવક લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો.

દેકારો થતા પરિવારજનો ઘેડી આવ્યા હતા અને મહેશને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ મોરબી તાલુકા પોલીસને થતા રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતકના પરિવારજનની ફરિયાદના આધારે કૌટુંબિક કાકા સુરેશ કાનજી રાઠોડ સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાવ ધરી સંકજામાં લીધી છે. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati