Monday, 16 Mar, 5.20 pm આજકાલ

હોમ
નિર્ભયા દોષિતોનો નવો દાવ, આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ફાંસી અટકાવવા કરી અરજી

નિર્ભયાના ગેંગરેપના દોષિતોએ ફાંસીની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટની શરણમાં પહોંચ્યા હતા. દોષિતોના વકીલ એપી સિંહે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પત્ર લખ્યો હતો. પત્રમાં 20 માર્ચના રોજ ફાંસી પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી હતી. આ પત્ર નેધરલેન્ડની એમ્બેસીને મોકલવામાં આવ્યો છે જે આઇસીજેને મોકલવામાં આવ્યો હતો.

આ પહેલા દોષી મુકેશસિંહને સુપ્રીમ કોર્ટનો આંચકો લાગ્યો હતો. તેની ફાંસીને રોકવાનો બીજો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો. સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. અરજીમાં મુકેશે તેના પહેલા વકીલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top