Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નિર્ભયાના દોષીઓને કાલે સવારે થશે ફાંસી કે મળશે રાહત ?

નિર્ભયાના દોષીઓને કાલે સવારે થશે ફાંસી કે મળશે રાહત ?

આજકાલ 6 years ago

નિર્ભયાના દોષીઓને 3 માર્ચએ સવારે ફાંસી આપવાનો આદેશ આ અગાઉ કોર્ટ આપી ચુકી છે. પરંતુ શું નિર્ભયાના ગુનેગારોને કાલે સવારે ફાંસી આપવામાં આવશે ? આ પ્રશ્નનો જવાબ આજે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મળશે. ફાંસીથી બચવા માટે નિર્ભયાના દોષી પવનકુમારે ફાંસીના ત્રણ દિવસ પહેલા શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને ફાંસીની સજા આજીવન કેદની સજામાં બદલવા માંગ કરી હતી. આ અરજી પર આજે સુનાવણી કરવામાં આવશે.

આ સાથે શનિવારે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચએ ચારેય દોષીઓની શારિરીક અને માનસિક સ્થિતિ જાણવા માટેના નિર્દેશોની માંગ કરવામાં આવી હતી. આ અરજી પર પણ આજે સુનાવણી થશે.

આ બંને સુનાવણી પર સૌની મીટ મંડાયેલી છે. કારણ કે આ સુનાવણી બાદ પણ દોષીઓની ફાંસી યથાવત રહેશે કે કેમ તેના પર પ્રશ્ન છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati