Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નિર્ભયાને ન્યાય, ચારેય ગુનેગારોને ફાંસી અપાઈ

નિર્ભયાને ન્યાય, ચારેય ગુનેગારોને ફાંસી અપાઈ

આજકાલ 6 years ago

2012 માં રાજધાની દિલ્હીમાં નિર્ભયા ગેંગરેપની ઘટનામાં પીડિતને આજે લગભગ સાડા સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. શુક્રવારે સવારે 5..30 વાગ્યે નિર્ભયાના ચારેય દોષીઓને તિહાર જેલના ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યાહતા. નિર્ભયા કેસમાં વિનય, અક્ષય, મુકેશ અને પવન ગુપ્તાને એક સાથે ફાંસી આપવામાં આવી હતી. હવે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવશે.

16 ડિસેમ્બર 2012 ના રોજ દેશની રાજધાનીમાં બનેલી આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. ન્યાયની માંગ માટે યુવાનોનો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ ઘટનામાં દેશના દરેક વ્યક્તિમાં રોષની લાગણી જોવા મળી હતી અને વાત એક જ હતી કે નિર્ભયા સાથે નિર્દયતા કરનારને મોતની જ સજા થવી જોઈએ.

કોર્ટએ પણ આ જઘન્ય અપરાધના દોષીઓને ફાંસીની સજા ફટકારી હતી જે આજે પૂર્ણ થઈ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati