Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઓખામાં ઈ-વે બિલમાં છેડછાડ કરી સરકાર સાથે વિશ્ર્વાસઘાત

ઓખામાં ઈ-વે બિલમાં છેડછાડ કરી સરકાર સાથે વિશ્ર્વાસઘાત

આજકાલ 3 weeks ago

ખામાં ઈ-વે બિલમાં છેડછાડ કરી સરકાર સાથે વિશ્ર્વાસઘાત

ઠગાઈ કરવા સબબ સાત સામે ગુનો નોંધાયો : મરીન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

ઓખામાં એક વાહનના નંબરમાં ફેરફાર કરી, માલસામાનના બિલમાં છેડછાડ કરીને સરકાર સાથે ઠગાઈ કરવા સબબ સાત સામે ઓખા મરીન પોલીસમાં ફરિયાદ નોંધાય છે.


આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકના પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા વડોદરાના રહીશ મુકેશ બજરંગલાલ સુથાર, નુરમીયા ઉર્ફે બબલુ સોકતઅલી પઠાણ, બબ્બનકુમાર શિવકુમાર ભારદ્વાજ, દેવાંશુ નારાયણભાઈ રાજપુત તેમજ ભરૂચના રહીશ રવિ કુંદનભાઈ મિશ્રા, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જયસુખ કાળાભાઈ વાઢેર અને મહારાષ્ટ્ર - મુંબઈના હેલેરી પોલ એન્ટોની કેસ્ટેલી નામના સાત વ્યક્તિઓ સામે ઓખા મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ ભેગા મળી અને પોતાના આર્થિક ફાયદા માટે પૂર્વયોજિત કાવતરું રચીને મહારાષ્ટ્ર પાસિંગના એક આઇસર વાહનના રજીસ્ટ્રેશન નંબરમાં ૬ ના બદલે ૮ કરી, બોગસ નંબર પ્લેટ તૈયાર કરીને તેનો વજન કાંટા સમયે ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.

​​​​​​​

આ ઉપરાંત ઈ-વે બિલમાં પણ બબલુખાન નામના વ્યક્તિ કે જેઓની ઓખા ખાતે કોઈ પેઢી આવેલ નથી, તેમ છતાં તેઓને માલ સપ્લાયર તરીકે દર્શાવીને તેમજ ખોટો વજન દર્શાવીને ખોટું ઓનલાઈન કિંમતી જામીનગીરી મુજબનું ઈ-વે બિલ તૈયાર કરવામાં આવ્યું હતું. જેનો ખરા તરીકે ઉપયોગ કરી અને સરકારના જમા કરાવવાના થતા જીએસટીના નાણાંની ચોરી કરી, સરકાર સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી, ઉપરોક્ત વાહનમાં ભરેલા માલ સામાનની બિલ કે ઈન્વોઇસની કોઈ હાર્ડ કોપી રજૂ કરી ન હતી.

આ સમગ્ર પ્રકરણ અંગે ઓખા મરીન પોલીસે બીએનએસની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

ઓખામાં ઈ-વે બિલમાં છેડછાડ કરી સરકાર સાથે વિશ્ર્વાસઘાત

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકના પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા વડોદરાના રહીશ મુકેશ બજરંગલાલ સુથાર, નુરમીયા ઉર્ફે બબલુ સોકતઅલી પઠાણ, બબ્બનકુમાર શિવકુમાર ભારદ્વાજ, દેવાંશુ નારાયણભાઈ રાજપુત તેમજ ભરૂચના રહીશ રવિ કુંદનભાઈ મિશ્રા, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જયસુખ કાળાભાઈ વાઢેર અને મહારાષ્ટ્ર - મુંબઈના હેલેરી પોલ એન્ટોની કેસ્ટેલી નામના સાત વ્યક્તિઓ સામે ઓખા મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ ભેગા મળી અને પોતાના આર્થિક ફાયદા માટે પૂર્વયોજિત કાવતરું રચીને મહારાષ્ટ્ર પાસિંગના એક આઇસર વાહનના રજીસ્ટ્રેશન નંબરમાં ૬ ના બદલે ૮ કરી, બોગસ નંબર પ્લેટ તૈયાર કરીને તેનો વજન કાંટા સમયે ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.

​​​​​​​


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati