Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પડધરીના વણપરી પાસે વીજ પોલ પરથી  ૩.૪૩ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી

પડધરીના વણપરી પાસે વીજ પોલ પરથી ૩.૪૩ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી

આજકાલ 1 week ago

રાજકોટ પડધરીના વણપરી પાસે વીજ પોલ પરથી રૂ. 3.43 લાખની કિંમતનો 1200 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી થયા અંગે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.જામનગર જિલ્લાના બેડ ગામના રહેતા વેપારી અજયસિંહ કેશુભા જાડેજા(ઉ.વ.૩૦) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે બાલાજી ડેવલોપર્સ કંપની ફેબ્રુઆરી,૨૦૨૫ થી ચલાવે છે.

આ કંપનીમા બે પાર્ટનર છે. કંપનીનું કામ સોલારને લગતું છે અને મને ક્લીનમેક્સ વાયુ લિમિટેડ નામની કંપનીમાંથી વર્ષ-૨૦૨૫માં ધ્રોલના ડાંગરા ગામથી પડધરીના શ્રી હરીપર ખારી સુધીનું અંદાજીત ૨૨ કી.મી.નું ૩૩ કે. વી. લાઈન ફીટ કરવાનું કામ મળેલુ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati