Tuesday, 17 Mar, 9.20 am આજકાલ

હોમ
પ્રદર્શનકારીઓ સ્વેચ્છાએ આદેશનું પાલન નહીં કરે તો સરકાર યોગ્ય પગલા ભરશે : કેજરીવાલ

કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ 50થી વધારે લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ સાથે જ તેમણે શાહીનબાગમાં વિરોધ પ્રદર્શન કરનાર પ્રદર્શનકારીઓને પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ આ વિરોધનો અંત લાવે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શાહીન બાગમાં આંદોલન કરી રહેલા લોકો પર પણ આ આદેશ લાગુ થશે તેમ સ્પષ્ટ કરી દીધું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસથી બચાવ માટે સ્વિમિંગ પુલ, જીમ, સ્પા, નાઈટ ક્લબ, શોપિંગ મોલ સહિતની જાહેર જગ્યાઓને બંધ રાખવા અને 50 થી વધારે લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મુકી દીધો છે. તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી છે કે જો પ્રદર્શનકારીઓ સ્વેચ્છાએ આદેશનું પાલન નહીં કરે તો સરકાર પાસે યોગ્ય પગલા ભરવાની સત્તા છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top