Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજકોટ બન્યું ખાડાકોટ: ૧૮ ઇંચ વરસાદમાં ૧૮૦૦ ખાડા

રાજકોટ બન્યું ખાડાકોટ: ૧૮ ઇંચ વરસાદમાં ૧૮૦૦ ખાડા

આજકાલ 2 weeks ago
રાજકોટ શહેરમાં આ વર્ષે ભારે તો શું સામાન્ય કે સરેરાશ કહી શકાય તેટલો વરસાદ પણ વરસ્યો નથી તેમ છતાં શહેરની હાલત ખાડાકોટ સમાન બની ગઈ છે. હાલ વરસાદનો વિરામ છે તેમ છતાં મહાપાલિકા દ્વારા ખાડા પુરવા કે પેચ વર્ક માટે કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોય નાગરિકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.

રાજકોટ શહેરમાં હાલ કોઈ એવો મુખ્ય માર્ગ નથી કે જ્યાં ખાડા પડ્યા ન હોય સોસાયટીના આંતરિક રસ્તાઓની હાલત તો અનેક ગણી વધુ બદતર બની છે.

શહેરના ૧૮ વોર્ડમાં ૧૮૦૦થી વધુ ખાડાઓ પડી ગયા છે.

પ્રિમોન્સુન કામગીરીની જેમ ડ્યૂરિંગ મોન્સુન કામગીરીમાં પણ વેઠ ઉતારવામાં આવી રહી હોય શહેરના રસ્તાઓની હાલત બદથી બદતર બની ગઈ છે. વોર્ડ વાઇઝ ગાબડા પુરવાની ઝુંબેશ કરવાની માંગ ઉઠવા પામી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati