Monday, 17 Feb, 4.20 pm આજકાલ

રાજકોટ
રાજકોટ : વેપારીઓનો હાઈવે પર ચક્કાજામ, યાર્ડના પ્રમુખ સહિત 25ની અટકાયત

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોનો ત્રાસ સતત વધી રહ્યો છે તેવામાં આજે સવારે રાજકોટ મોરબી હાઈવે પર વેપારીઓ અને મજૂરોએ ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામમાં વેપારીઓએ રસ્તા પર બેસી ગયા હતા અને ટાયરો સળગાવ્યા હતા. આ બાદ રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કરતાં આ પરિસ્થિતને કાબૂમાં લેવા માટે પોલીસએ હળવો લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી. વિરોધ કરનાર વેપારીઓની પોલીસએ અટકાયત પણ કરી હતી. પોલીસએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અતુલ કમાણીની પણ અટકાયત કરવામાં આવી હતી.

મહત્વપૂર્ણ છે કે માર્કેટિંગ યાર્ડ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે. સાંજના સમયે અહીં લોકો રહી પણ શકતા નથી તેથી રોષે ભરાયેલા લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધારે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ આજે વેપારીઓએ ઉચ્ચારી હતી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top