Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજકોટમાં ધીમીધારે વરસતા મેઘરાજા: એક ઇંચ વરસાદ પડ્યો, 48 કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ધીમીધારે વરસતા મેઘરાજા: એક ઇંચ વરસાદ પડ્યો, 48 કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી

આજકાલ 2 weeks ago

રાજકોટ શહેરમાં ગત બપોરે ૩:૩૦થી આજે બપોરે ૩:૩૦ સુધીના છેલ્લા ૨૪ કલાકમાં બે તબક્કે કુલ એક ઇંચ વરસાદ નોંધાયો છે. હવે આગામી ૪૮ કલાક દરમિયાન શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી હોય મહાપાલિકા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

વિશેષમાં મ્યુનિ.સૂત્રો અનુસાર, રાજકોટ શહેરમાં ગઇકાલે બપોરથી ધીમી ધારે હળવો વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં અડધો ઇંચ પાણી વરસી ગયું હતું જેમાં શહેરના વેસ્ટ ઝોનમાં ૧૩ મીમી વરસાદ નોંધાયો હતો ત્યારબાદ આજે સવારે ૧૧ થી ૧૨ કલાક સુધીમાં વધુ ૧૦ મીમી પાણી વરસતા કુલ ૨૪ મીમી મતલબ કે એક ઇંચ વરસાદ વરસ્યો હતો.

જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ગત સાંજે ૯ મીમી અને આજે સવારે ૧૩ મીમી મળી કુલ ૨૨ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઇસ્ટ ઝોનમાં ગત સાંજે ૧ મીમી વરસાદ નોંધાયો હતો ત્યારબાદ આજે સવારે આ ઝોનમાં વરસાદ ન્હોતો.

જો કે હજુ રાજકોટ શહેર કે શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા જળાશયોના ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદ ન હોય આજી-૧, ન્યારી-૧ અને ભાદર-૧ સહિતના જળાશયોમાં નવા નીરની આવક નથી. અલબત્ત આજી-૧માં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું ચાલું હોય તેની સપાટીમાં ધીમી ગતિએ વધારો થઇ રહ્યો છે.

રાજકોટના જળાશયોની આજની સ્થિતિ

આજી-1: ૧૯.૬૦ ફૂટ

ન્યારી-1: ૧૨.૬૦ ફૂટ

ભાદર-1: ૧૪.૪૦ ફૂટ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati