Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજકોટમાં ડુપ્લીકેટ તમાકુ બનાવતી ફેક્ટરી પર SOGનો દરોડો: બે સગા ભાઈઓની ધરપકડ

રાજકોટમાં ડુપ્લીકેટ તમાકુ બનાવતી ફેક્ટરી પર SOGનો દરોડો: બે સગા ભાઈઓની ધરપકડ

આજકાલ 1 week ago

રાજકોટ શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા તત્વો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે શહેરના કુવાડવા રોડ પર આવેલા લાતી પ્લોટ વિસ્તારમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન અને સંગ્રહ કરતી એક ફેક્ટરી ઝડપી પાડી છે. આ કામગીરી દરમિયાન પોલીસે સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોઈપણ લાયસન્સ વગર ચાલતો હતો કાળો કારોબાર

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓની ઓળખ હિરેન કાંતીલાલ સોનેજી અને રાજુ કાંતીલાલ સોનેજી તરીકે થઈ છે, જેઓ બંને સગા ભાઈઓ છે. આ બંને શખ્સો કોઈપણ પ્રકારના કાયદેસરના આધાર-પુરાવા, પરવાનગી કે ફૂડ લાયસન્સ વગર "હિરેન પરફ્યુમરી વર્ક્સ" નામના ગોડાઉનમાં બ્રાન્ડેડ તમાકુના નામે ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ તમાકુ બનાવીને બજારમાં વેચવાનું નેટવર્ક ચલાવતા હતા.

રૂ.૧.૭૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

SOGની ટીમે દરોડા દરમિયાન ગોડાઉનમાંથી મોટી માત્રામાં ડુપ્લીકેટ તમાકુનો જથ્થો, પ્રોસેસિંગ માટે વપરાતા પ્રવાહી સુગંધિત દ્રવ્યો, પેકિંગ મશીનરી, ખાલી ડબ્બા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ,૧,૭૨,૭૭૦નો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ ગેરકાયદે કારોબારનો પર્દાફાશ કરીને પોલીસે બંને ભાઈઓ સામે ગુનો નોંધી, આ નકલી તમાકુ ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતી હતી તે દિશામાં આગળની સઘન પૂછપરછ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati