Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજ્યમાં ૫૩ કેસ

રાજ્યમાં ૫૩ કેસ

આજકાલ 6 years ago

કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી ગઈ: ૫ એપ્રિલ સુધી વધી શકે છે સંખ્યા

ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી ચુકી છે. રાયમાં સંક્રમિત દર્દીની સંખ્યા ૫૩ થઈ છે. રાજકોટમાં નોંધાયેલા ૩ પોઝિટિવ કેસ બાદ વધુ ૩ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાયના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે કોરોના વાયરસ અંગે જાણકારી આપતાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાયમાં ૫ એપ્રિલ સુધી કેસ વધી શકે છે કારણ કે હવે ઈન્કયુબેશન પીરિયડ શ થયો છે જેમાં ચેપ વધુ ફેલાય તેવી શકયતા છે.


આરોગ્ય સચિવએ આગામી દિવસો દરમિયાન ઘરમાંથી બહાર ન નીકળવા અને લોકડાઉનનું પાલન કરવા પણ કહ્યું હતું. ઈન્કયુબેશન પીરિયડ શ થયો હોવાથી આ સમયમાં ચેપ વધારે ફેલાઈ શકે છે.

તેથી જરી છે કે લોકો આગામી દિવસોમાં બહાર નીકળવાનું અને અન્ય લોકોનો સંપર્ક કરવાનું ટાળે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાયના સાત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુકયા છે. તેમાંથી ૩ દર્દીના મોત નીપયા છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાત કોરોના વાયરસના ૩ પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા ૫૩ થઈ છે. રાજકોટમાં જે ત્રણ કેસ નોંધાયા તેમાં ૩૭ વર્ષના એક પુષ છે જે ચીનથી ટ્રાવેલ કરીને આવ્યા હોવાનું જણાયું છે. આ સિવાયના ૨ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જેમાં ૩૯ વર્ષના પુષ અને ૩૩ વર્ષની મહિલા છે.

ડો. જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય કર્મીઓ દ્રારા ડોર ટુ ડોર અને ટેલીફોનિક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજ સુધીમાં ૩ કરોડ ૯૮ લાખ ૨૬ હજાર ૧૨ નાગરિકોનું સર્વેલન્સ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સર્વેલન્સમાં ઉધરસ, તાવ, ઝાડા-ઊલટીની વિગતો તથા આંતરરાય અને આંતરદેશીય ટ્રાવેલ હિસ્ટ્રીની વિગતો લેવામાં આવે છે. દિવસ દરમિયાન કુલ ૮૮ લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકીના ૩૩ વ્યકિતના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, બાકીના રિપોર્ટ પ્રક્રિયામાં છે.

કોરોના વાયરસના દર્દીઓ માટે રાજકોટની પીડીયુ હોસ્પિટલને ટેસ્ટિંગ માટે માન્યતા મળી ગઈ છે. આ સાથે હવે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર અને રાજકોટ સહિત ૬ સરકારી લેબોરેટરી અને ૨ ખાનગી લેબોરેટરીમાં પ્રતિદિન અંદાજે ૧૦૦૦ જેટલા કોરોનાના ટેસ્ટિંગ થઈ શકશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati