ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં ફરીથી લોકડાઉન અમલમાં આવશે તેવી ચર્ચાઓએ વેગ લીધો હતો. તેવામાં ચર્ચા એવી પણ સામે આવી હતી કે મુખ્યમંત્રીના સચિવે દરેક જિલ્લાના કલેકટરને આ અંગે રિપોર્ટ આપવા પણ આદેશ કર્યા છે. તેવામાં રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, લોકડાઉન ફરીવાર જાહેર થશે નહીં.
સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજ્યમાં લોકડાઉન જાહેર થશે તેવી કોઈ શક્યતાઓ નથી.
