Wednesday, 05 Aug, 10.50 am આજકાલ

હોમ
રામ મંદિરના નિર્માણથી થશે પર્યટન ઉદ્યોગનો ફાયદો...જાણો કેટલા કરોડનો થશે ફાયદો..?

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી ત્યાં તો પર્યટન સ્થળ તો વિકસસે જ સાથે સાથે પુરા દેશમાં પણ ધાર્મિક પર્યટનમાં તેજી જોવા મળવાની સંભાવના છે. આપણા દેશમાં મોટાભાગના ઘરોમાં હજુ પણ ધાર્મિક યાત્રા કરવાનું ઘણું મહત્વ જોવા મળે છે. રામ મંદિરના કારણે તેમાં ઘણો વધારો થવાની શક્યતાઓ જણાઈ રહી છે. સરકારનું અનુમાન છે કે ભારતમાં થનારા મોટા ભાગના પ્રવાસનો 60 % હેતુ ધાર્મિક જ હોય છે. તેનો અર્થ એ છે કે દર બીજો ભારતીય પ્રવાસ માટે ધાર્મિક સ્થળની પસંદગી કરે છે. આ કારણે જ સરકાર હવે ધાર્મિક સ્થળોએ પાયાની સુવિધાઓ વધારવા માટે કામ કરી રહી છે.

અયોધ્યાના પર્યટન ઉદ્યોગની કાયાપલટ

5 ઓગસ્ટ બુધવારના રોજ રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમનું મોટા સ્તર પર આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ સાથે ત્યાનાં પ્રવાસન ઉદ્યોગને વિસ્તારવાની આશાઓ પણ સેવાઈ રહી છે. જેના ભાગરૂપે અયોધ્યામાં વિશાળ એરપોર્ટ અને રેલવે સ્ટેશનની બનાવવાની યોજના છે. UP સરકારે આ માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચો કરવાની જાહેરાત કરી છે. જેનાથી શહેરમાં વિકાસ અને સૌંદર્યીકરણ પ્રોજેક્ટ માટેના કાર્યો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ અયોધ્યાને એક મોટા ધાર્મિક સ્થળ તરીકે વિકસાવવાની યોજના છે. અયોધ્યાના આ એડવાન્સ પ્લાનિંગમાં એરપોર્ટ અને રેલવે સ્ટેશન સિવાય ત્યાનાં હાઈવે અને સ્થાનીક પ્રવાસન સ્થળોનો વિકાસ પણ સામેલ છે.

ધાર્મિક પર્યટન વિકસાવવાની યોજનાઓ

જ્યારથી મોદી સરકાર આવી છે, ત્યારથી જ ધાર્મિક પર્યટનને વિકસાવવના પ્રટત્નો ચાલી રહ્યા છે. આ વિશે તેમણે 15 ઓગસ્ટ, 2019નાં ભાષણમાં પણ કહ્યું હતુ કે, દરેક વ્યક્તિ 2022 સુધીમાં 15 ધાર્મિક પર્યટન સ્થળોની યાત્રા કરે. સરકારે 2016 માં પરિયોજનાઓ મંજૂર કરી હતી. એક સ્વદેશ દર્શન અને બીજી પ્રસાદ. સ્વદેશ દર્શન હેઠળ 15 થીમમાં પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવશે. તેમાં બુદ્ધિસ્ટ સર્કિટ, કૃષ્ણા સર્કિટ, સ્પિરિચ્યુઅલ સર્કિટ, રામાયણ સર્કિટ અને હેરિટેજ સર્કિટનો સમાવેશ થાય છે. આ સિવાટ સૂફી સર્કિટમાં દિલ્હી, આગ્રા, ફતેહપુર સીકરી, બીજાપુર, શિરડી, ઔરંગાબાદ જેવા શહેરો સામેલ છે. તેમજ ક્રિશ્ચિયન સર્કિટમા ગોવા, કેરળ અને તમિલનાડુના ચર્ચ સામેલ છે.

PRASAD યોજના હેઠળ ધાર્મિક સ્થળોનો વિકાસ અને સૌદર્યીકરણ કરવામાં આવશે. આ બંને યોજનાઓ હેઠળ આશરે 90 પ્રોજેક્ટ્સ અને તેના માટે 7000 કરોટ રૂપિયા ફાળવવામા આવ્યા હોવાનો અંદાજ છે.

ભારતમાં ટૂરિઝન સેક્ટરની આવક

થિંક ટેંક IBEF ના એક સર્વે અનુસાર ભારતના GDP માં ટ્રવેલ અને ટૂરિઝમ સેક્ટરનું યોગદાન વર્ષ 2017 માં 15.24 લાખ કરોડ રૂપિયા હતું. જે 2028 સુધીમાં વધીને 32 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. તેમાં 60 % હિસ્સો ધાર્મિક પર્યટનનો છે, એટલે કે 10 લાખ કરોડ રૂપિયા ધાર્મિક પર્યટન દ્વારા આવે છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top