આધાર લીંક નહીં હોય કે બેંક એકાઉન્ટની વિગત નહીં હોય તેમને તા. ૨૬ બાદ ચૂકવાશે
બીપીએલ અને અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા રાજકોટ શહેર જિલ્લાના ૩.૮૨ લાખ રેશનકાર્ડ ધારકોને અને સમગ્ર રાયના ૬૬ લાખ જેટલા રેશનકાર્ડ ધારકોને આવતીકાલથી પિયા એક હજારની રોકડ સહાય ચૂકવવાનું શ કરવામાં આવશે તેમ ગાંધીનગરથી પુરવઠા વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.
આ સૂત્રોના જણાવ્યા મુજબ જે રેશનકાર્ડ ધારકોએ આધારકાર્ડનું લિંકઅપ કરાવ્યું છે અને બેન્ક એકાઉન્ટ નંબર પણ આપ્યા છે તેમને આવતીકાલે થી વિતરણ શ કરવામાં આવશે. અને જેમના આધાર કાર્ડ લિન્ક બાકી છે અને બેંકની ડિટેલ પણ આપી નથી તેવા રેશનકાર્ડ ધારકોનો સર્વે કરવાની કામગીરી ચાલુ છે.
No Internet connection |