Friday, 24 Apr, 2.50 pm આજકાલ

રાજકોટ
રેશનકાર્ડ ધારકોને રૂપિયા એક હજારની રોકડ સહાય કાલથી ચૂકવવાનું શરૂ થશે

આધાર લીંક નહીં હોય કે બેંક એકાઉન્ટની વિગત નહીં હોય તેમને તા. ૨૬ બાદ ચૂકવાશે

બીપીએલ અને અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા રાજકોટ શહેર જિલ્લાના ૩.૮૨ લાખ રેશનકાર્ડ ધારકોને અને સમગ્ર રાયના ૬૬ લાખ જેટલા રેશનકાર્ડ ધારકોને આવતીકાલથી પિયા એક હજારની રોકડ સહાય ચૂકવવાનું શ કરવામાં આવશે તેમ ગાંધીનગરથી પુરવઠા વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.


આ સૂત્રોના જણાવ્યા મુજબ જે રેશનકાર્ડ ધારકોએ આધારકાર્ડનું લિંકઅપ કરાવ્યું છે અને બેન્ક એકાઉન્ટ નંબર પણ આપ્યા છે તેમને આવતીકાલે થી વિતરણ શ કરવામાં આવશે. અને જેમના આધાર કાર્ડ લિન્ક બાકી છે અને બેંકની ડિટેલ પણ આપી નથી તેવા રેશનકાર્ડ ધારકોનો સર્વે કરવાની કામગીરી ચાલુ છે. એકાદ-બે દિવસમાં તે પૂરી થઈ જશે અને આવા લોકોને તારીખ ૨૬ થી રોકડ સહાય ચૂકવવાનું શ થશે. દરેક રેશનકાર્ડ ધારકના બેંક એકાઉન્ટમાં સીધી રકમ જમા થઈ જશે.

રાજકોટ સહિત ગુજરાતમાં કુલ ૬૬ લાખ જેટલા લાભાર્થી પરિવારો છે તેમાંથી માત્ર ૩૫ ટકા રેશનકાર્ડ ધારકોની બેન્ક એકાઉન્ટની વિગતો સરકારી તત્રં પાસે છે અને આધાર કાર્ડ લિન્ક પણ મોટાભાગના કિસ્સામાં બાકી છે. આ તમામ કામગીરી ઝડપભેર પૂરી કરવા માટે પુરવઠા વિભાગે સસ્તા અનાજના તમામ વેપારીઓને પોતાને ત્યાં નોંધાયેલા રેશનકાર્ડ ધારકોનું લીસ્ટ આપી દીધું છે અને આ લીસ્ટ અપડેટ થયા બાદ સહાયની રકમ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી જ જમા કરી દેવાશે.

જો કોઇ કિસ્સામાં રેશનકાર્ડમાં તેમનું મુખ્ય વ્યકિત તરીકેનું નામ હોય તે વ્યકિત ગુજરી ગઈ હોય તો તેના પછીની મુખ્ય વ્યકિતના નામે આધાર અને બેંક ડીટેલ આપવા માટે પણ જણાવી દેવાયું છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top