Sunday, 26 Apr, 8.10 am આજકાલ

ગાંધીનગર
સરકારના યુ-ટર્ન અંગે મુ્ખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સ્પષ્ટતા, લોકડાઉન ખોલવાની કોઈ વાત જ નથી..

રાજ્યમાં આજથી મોલ, શોપીંગ કોમ્પ્લેક્ષ અને અન્ય કેટલીક દુકાનો સિવાયની દુકાનોને ખોલવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ બપોર સુધીમાં જાહેર થયું કે રાજ્યના 4 મહાનગરોમાં છૂટ પાછી ખેંચાઈ હતી. સરકારના આ યુ-ટર્ન અંગે સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે લોકડાઉન હળવું કરવાની કોઈ વાત જ ન હતી. કેન્દ્ર સરકાએ આપેલી છૂટના આધારે રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. પરંતુ કેન્દ્રએ એવું પણ કહ્યું હતું કે રાજ્ય પોતાના શહેરોની સ્થિતિને ધ્યાનમાં રાખી અને આ છૂટછાટ અંગે નિર્ણય લઈ શકે છે. પરંતુ રાજ્યના નાના અને હોલસેલ વેપારીઓએ સ્વેચ્છાએ જ 3 મે સુધી 4 મહાનગરોમાં ધંધા-રોજગાર બંધ રાખવાનું સ્વીકાર્યું હતું.

આ સિવાય તેમણે રાજ્યમાં કોરોનાની જે સ્થિતિ છે અને મૃત્યુઆંક અંગે થતા પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું હતું કે રાજ્યમાં રીકવરી રેટ 60 ટકા છે. આ સિવાય સરકાર કોરોનાના આંકડા અંગે પારદર્શક છે. મૃત્યુના આંકડા છુપાવવામાં આવ્યા નથી. રાજ્યમાં જે મૃત્યુઆંક છે તેમાંથી 80 ટકા દર્દી એવા હતા જેમને કોરોના ઉપરાંત અન્ય બીમારીઓ હતી. એટલે કે કોઝ ઓફ ડેથ કોરોના હોય તેવા દર્દી માત્ર 20 ટકા છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top