Dailyhunt
સાસણની હોટેલોમાં એસઓજીનું કોમ્બિંગ બે હોટલના મેનેજર નશો કરેલા ઝડપાયા

સાસણની હોટેલોમાં એસઓજીનું કોમ્બિંગ બે હોટલના મેનેજર નશો કરેલા ઝડપાયા

આજકાલ 3 days ago

જુનાગઢ એસ ઓ જી એ સાસણની હોટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમ્યાન ગ્રીનલેન્ડ હોટલ અને બીજ નોટેલ બે હોટલોના મેનેજર નસો કરેલા મળી આવ્યા હતા આ ઉપરાંત પ્રવાસીઓની વિગત દર્શાવતું પોર્ટલ તપાસ કરતા તેમાં પણ નોંધણી ન થતા એસ ઓ જી એ જાહેરનામા ભગં અને પ્રોહિબિશન બે ગુનાઓ નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.ઉનાળાની સીઝનને લઈ સાસણ આસપાસના વિસ્તારમાં હોટલોમાં પ્રવાસીઓને ભીડ રહે છે.

હોટલમાં આવેલા પ્રવાસીઓની નોંધણી પોર્ટલમાં કરવી ફરજિયાત છે. જૂનાગઢ એસઓજી પીઆઈ કૃણાલ પટેલ, પીએસઆઇ સરવૈયા સહિતની ટીમે સાસણગીર આસપાસની ૨૦ હોટલમાં તપાસ કરી હતી. જેમાં ગ્રીનલેન્ડ હોટલ અને બીજ નોટેલ હોટલ બે હોટલના ઓનલાઈન પોર્ટલની તપાસ કરતા તેમાં પ્રવાસીઓની રજીસ્ટ્રેશન નોંધણી કરવામાં આવી ન હતી. આ ઉપરાંત બંને હોટલના મેનેજરો નશો કરેલા મળી આવ્યા હતા. મેંદરડા પોલીસમાં ગ્રીનલેન્ડ હોટલના હિતેન્દ્રભાઈ ચંદ્રકાંત ગદા (વેરાવળ) તથા બીજ નોટેજ હોટલના મુકેશકુમાર રામ અવધપ્રસાદ યાદવ (અમદાવાદ) બંને વિદ્ધ જાહેરનામા ભગં તથા પ્રોહીબિશન અન્વયે મેંદરડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati