Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સાવધાન: ચા કે કોફી વગર પણ શરીરમાં ઘૂસી રહ્યું છે સ્લો પોઈઝન

સાવધાન: ચા કે કોફી વગર પણ શરીરમાં ઘૂસી રહ્યું છે સ્લો પોઈઝન

આજકાલ 2 weeks ago

ઊંઘ ઉડાડતા આ ૬ હિડન સોર્સ જાણી લો કેફીન કુદરતી રીતે કોફીના બીજ કે ચાના પાંદડામાં જોવા મળે છે, જે આપણને સવારે તરોતાજા રાખવામાં મદદ કરે છે. પરંતુ જો તેનું પ્રમાણ વધી જાય તો અનિદ્રા, ચિંતા (Anxiety) અને હૃદયના ધબકારા અનિયમિત થવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. સગર્ભા સ્ત્રીઓ, બાળકો અને હૃદયના દર્દીઓ માટે કેફીનની ઓછી માત્રા પણ જોખમી સાબિત થઈ શકે છે.અહીં એવી ૬ ચીજોની યાદી છે જેમાં કેફીન ગુપ્ત રીતે છુપાયેલું હોય છે

૧. ડાર્ક ચોકલેટ અને કોકો પાવડરચોકલેટ બનાવવા માટે વપરાતા કોકો બીન્સમાં કુદરતી રીતે જ કેફીન હોય છે.મિલ્ક ચોકલેટની સરખામણીએ ડાર્ક ચોકલેટમાં કેફીનનું પ્રમાણ ઘણું વધારે હોય છે.ચોકલેટ ફ્લેવરના ડેઝર્ટ કે સ્નેક્સ ખાવાથી પણ કેફીન શરીરમાં પહોંચે છે
૨. આઈસ્ક્રીમ અને મોકા ડેઝર્ટજો તમે રાત્રે ડિનર પછી કોફી ફ્લેવર આઈસ્ક્રીમ, મોકા ડેઝર્ટ, તિરામિસુ કે એક્સપ્રેસો બ્રાઉની ખાવાના શોખીન હોવ તો સાવધ થઈ જજો. મોડી સાંજે કે રાત્રે આ વસ્તુઓ ખાવાથી તમારી રાતની આરામદાયક ઊંઘ ખોરવાઈ શકે છે.
૩. મેડિસિન (દવાઓ)બજારમાં ડૉક્ટરની ચિઠ્ઠી વગર મળતી (Over the counter) સામાન્ય દવાઓમાં પણ કેફીન ઉમેરવામાં આવે છે.ખાસ કરીને માથાના દુખાવાની પેન કિલર્સ, શરદી-ખાંસીની સિરપ અને વજન ઘટાડવાની (Weight loss) દવાઓ ખરીદતા પહેલા તેનો લેબલ અચૂક ચેક કરવો.
૪. સોડા, કોલા અને એનર્જી ડ્રિંક્સમાત્ર બ્લેક કોલા જ નહીં, પણ કેટલાક ઓરેન્જ સોડા, ક્લિયર સોડા અને સ્પાર્કલિંગ વોટરમાં પણ સ્વાદ અને ફ્લેવર વધારવા માટે કૃત્રિમ રીતે કેફીન ઉમેરવામાં આવે છે. હાઇડ્રેશન ડ્રિંક્સ ખરીદતી વખતે પણ તેના ઘટકો વાંચવા જરૂરી છે.
૫. ફિટનેસ
સપ્લીમેન્ટ્સ અને હર્બલ પ્રોડક્ટ્સશરીરમાં તાત્કાલિક એનર્જી લાવવા માટે જીમ વર્કઆઉટ સપ્લીમેન્ટ્સ કે ફેટ બર્નર કેપ્સ્યુલ્સમાં ગુઆરાના (Guarana), યેરબા મેટ (Yerba Mate) અને ગ્રીન કોફી બીન્સનો અર્ક વાપરવામાં આવે છે, જે કેફીનથી ભરપૂર હોય છે.
૬. પર્સનલ કેર પ્રોડક્ટ્સ આપણા હોઠ પર લગાવવામાં આવતા લિપ બામ જેવા પર્સનલ કેર કોસ્મેટિક્સમાં પણ ખૂબ જ ઓછી માત્રામાં કેફીન રહેલું હોય છે. જો કે તેની માત્રા અલ્પ હોય છે, પરંતુ રોજિંદા સતત વપરાશથી તે શરીરમાં એકઠું થઈ શકે છે.

આ લક્ષણો દેખાય તો સમજો કે શરીરમાં કેફીન ઓવરલોડ થઈ ગયું છે
રાત્રે પથારીમાં પડ્યા પછી પણ લાંબા સમય સુધી ઊંઘ ન આવવી.હાથ-પગમાં અચાનક ધ્રુજારી કે કંપન અનુભવાવું.વગર કારણે અતિશય ચિંતા, ગભરાહટ કે હાર્ટ રેટ વધવા.વારંવાર માથાનો દુખાવો, છાતીમાં જલન કે એસિડિટી (Acid Reflux) ની ફરિયાદ રહેવી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati