Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સાયલન્ટ કિલર વાયુ પ્રદૂષણ માત્ર ફેફસાં જ નહીં, હાર્ટ અટેક અને કેન્સરને આપી રહ્યું છે ખુલ્લું આમંત્રણ

સાયલન્ટ કિલર વાયુ પ્રદૂષણ માત્ર ફેફસાં જ નહીં, હાર્ટ અટેક અને કેન્સરને આપી રહ્યું છે ખુલ્લું આમંત્રણ

આજકાલ 2 weeks ago

જના સમયમાં હવામાં સતત ભળી રહેલો ઝેરી ધુમાડો અને રજકણો માનવજાત માટે સાયલન્ટ કિલર સાબિત થઈ રહ્યા છે. ગાડીઓ અને કારખાનાઓમાંથી નીકળતો ગેસ આપણા શ્વાસ વાટે શરીરમાં પ્રવેશીને ફેફસાં ઉપરાંત હૃદય અને મગજને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે નીચે મુજબ સાયલન્ટ કિલર વાયુ પ્રદૂષણ માત્ર ફેફસાં જ નહીં, હાર્ટ અટેક અને કેન્સરનું પણ વધી રહ્યું છે

જાણો બચવાના ઉપાયો

તબીબી અહેવાલો અનુસાર, પ્રદૂષિત હવાની અસરો શરૂઆતમાં બહુ સામાન્ય લાગે છે, પરંતુ લાંબા ગાળે તે શરીરમાં ગંભીર રોગોનું કારણ બને છે. આ ઝેરી હવા ખાસ કરીને નાના બાળકો, અશક્ત વડીલો અને જેઓ પહેલાથી જ બીમાર છે તેમના માટે વધુ ઘાતક નીવડે છે.
શું છે AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) નું ગણિત?
હવાની ગુણવત્તા માપવા માટે AQI નો ઉપયોગ થાય છે.જો આ ઈન્ડેક્સ ૦ થી ૫૦ ની વચ્ચે હોય, તો હવા શુદ્ધ અને સામાન્ય ગણાય છે.પરંતુ જો આ આંકડો ૨૦૦ ને પાર થઈ જાય, તો હવામાં પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરે પહોંચી ગયું હોવાના સંકેત મળે છે.

ઝેરી હવા શરીરના કયા અંગો પર અસર કરે છે
૧. શ્વસનતંત્ર અને ફેફસાંની નબળાઈખરાબ હવાની સૌથી પહેલી નકારાત્મક અસર ફેફસાં પર થાય છે, જેના લીધે સતત ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી-એલર્જી અને અસ્થમા (દમા) જેવી બીમારીઓ ઘર કરી જાય છે. લાંબા સમય સુધી આવી હવામાં રહેવાથી ફેફસાંની કાર્યક્ષમતા ઘટી જાય છે અને વ્યક્તિ વારંવાર થાક અનુભવે છે. બાળકોના અંગો પૂરેપૂરા વિકસિત ન હોવાથી આ ઇન્ફેક્શન આગળ જતાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.
૨. હાર્ટ અટેક અને બ્રેઈન સ્ટ્રો
કનું જોખમપ્રદૂષિત હવામાં રહેલા અતિ સૂક્ષ્‍મ રજકણો શ્વાસ દ્વારા લોહીની નસોમાં ભળી જાય છે. આ કણો રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે, જેના કારણે લોહી ગંઠાઈ જવું (ક્લોટિંગ) કે બ્લોકેજ થવાથી હાર્ટ અટેક અને મગજનો લકવો (બ્રેઈન સ્ટ્રોક) થવાની સંભાવનાઓ બમણી થઈ જાય છે.
૩. ઘાતક કેન્સરની આશંકાઝેરી ગેસના સતત સંપર્કમાં રહેવાથી શરીરમાં કોષોનું બંધારણ બગડે છે. આ પ્રક્રિયા ધીમી ગતિએ થતી હોવાથી લોકો તેને શરૂઆતમાં નજરઅંદાજ કરે છે, પરંતુ સમય જતાં તે કેન્સર જેવી ગંભીર બીમારીમાં પરિવર્તિત થઈ શકે છે.

પ્રદૂષણની ઝેરી અસરોથી બચવા માટેના 4 મહત્વના ઓપ્શન્સ
તબીબોના મતે નાની સાવચેતી રાખીને આપણે આ ખતરાથી બચી શકીએ છીએ
પ્રોટેક્શન માસ્ક:- જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે સામાન્ય રૂમાલને બદલે ગુણવત્તાયુક્ત એન્ટી-પોલ્યુશન માસ્ક અચૂક પહેરવો.
ઇન્ડોર પ્લાન્ટ્સ:- ઘરની અંદરની હવાને શુદ્ધ (પ્યુરિફાય) રાખવા માટે એલોવેરા, સ્નેક પ્લાન્ટ કે મનીપ્લાન્ટ જેવા વધુ ઓક્સિજન આપતા છોડ લગાવવા.
વેન્ટિલેશન પ્રોટોકોલ:- દિવસ દરમિયાન જે સમયે પ્રદૂષણ ઓછું હોય ત્યારે જ ઘરની બારી-બારણાં ખોલવા અને શક્ય હોય તો ઘરમાં એર પ્યુરિફાયર મશીનનો ઉપયોગ કરવો.
સેફ ટાઈમિંગ્સ:- ખાસ કરીને વહેલી સવારે અથવા મોડી સાંજે જ્યારે હવામાં સ્મોગ (ધુમ્મસ અને ધુમાડો) વધારે હોય ત્યારે બાળકો અને વડીલોને બહાર ગીચ ટ્રાફિકવાળી જગ્યાએ લઈ જવાનું ટાળવું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati