રાજકોટ
શહેરમાં સપ્તાહમાં ચાર બ્રિજના કામ શરૂ થશે: સર્વિસ રોડની માપણી

સર્વિસ રોડ તૈયાર કરવા ઈજનેરો દ્વારા કામગીરી: ડાયવર્ઝન અંગેની શકયતાની ચકાસણી: મનપામાં બ્રિજ સેલ બનાવાયો, સિટી ઈજનેર દોઢિયાને કામગીરી સોંપાઈ
રાજકોટ મહાપાલિકા દ્વારા આચાર સંહિતા પૂર્વે મુખ્યમંત્રીના હસ્તે શહેરના ચાર બ્રિજ પ્રોજેકટનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. દરમિયાન મહત્તમ આગામી એક સપ્તાહમાં આ ચારેય બ્રિજ પ્રોજેકટના કામ એકસાથે શરૂ કરવામાં આવનાર છે. બ્રિજ પ્રોજેકટનું કામ શ થાય ત્યારબાદ વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલતો રહે તે માટે કેકેવી ચોક, જડુસ ચોક, નાનામવા ચોક અને રામાપીર ચોકમાં સર્વિસ રોડ તૈયાર કરવા માટે ઈજનેરો દ્વારા સ્થળ નિરીક્ષણ અને માપણી સહિતની કામગીરી શ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવયું હતું કે, શહેરમાં હાલ એકસાથે ચાર બ્રિજ પ્રોજેકટ હાથ પર લેવામા આવ્યા હોય આ માટે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા બ્રિજ સેલની રચના કરવામાં આવી છે. બ્રિજ સેલના વડા તરીકે સિટી એન્જિનિયર હાન એચ. દોઢિયાની નિમણૂક કરી તેમને આ ખુબ જ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામા આવી છે. આ કામગીરી માટે તેમને બે ડેપ્યુટી ઈજનેરનો સ્ટાફ અપાયો છે. ભવિષ્યમાં જર પડયે વધુ ડેપ્યુટી ઈજનેર આપવામાં આવશે.
કાલાવડ રોડ પર કેકેવી ચોક અને જડુસ ચોક, નાનામવા મેઈન રોડ પર નાનામવા ચોક અને 150 ફૂટ રિંગરોડ પર રામાપીર ચોકમાં ચાર ઓવરબ્રિજ પ્રોજેકટ માટે જર પડે તો ડાયવર્ઝન કાઢવાની શકયતા પણ ચકાસવામા આવી રહી છે. અન્ય બ્રિજ પ્રોજેકટમાં પ્રશ્ર્નો સર્જાતા પાછળથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યા હતા તેવું આ ચારેય બ્રિજ પ્રોજેકટમાં ન થાય તેની સવિશેષ તકેદારી લેવામાં આવી રહી છે.