Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ પૂર્ણિમાએ અલૌકિક 'ચંદ્ર દર્શન શૃંગાર' કરાયો

શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ પૂર્ણિમાએ અલૌકિક 'ચંદ્ર દર્શન શૃંગાર' કરાયો

આજકાલ 2 weeks ago

વિત્ર શ્રાવણ માસની પૂર્ણિમા નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને ભવ્ય 'ચંદ્ર દર્શન શૃંગાર' અર્પણ કરવામાં આવ્યો હતો.સોમનાથ એ જ પાવન ભૂમિ છે જ્યાં પ્રજાપતિ દક્ષના શાપથી ક્ષય રોગગ્રસ્ત થયેલા ચંદ્રદેવને ભગવાન શિવજીએ કૃપાદ્રષ્ટિથી મુક્તિ આપી હતી અને પોતાના મસ્તક પર ધારણ કરી અમૃતવર્ષા દ્વારા તેમનું તેજ પુનઃ સ્થાપિત કર્યું હતું.

શિવજીની આ કૃપાથી ચંદ્રદેવ પ્રતિમાસ કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થઈને પણ શુક્લ પક્ષમાં સોમનાથ મહાદેવની કૃપાથી ફરી પૂર્ણ તેજ પ્રાપ્ત કરે છે.ભગવાન શિવજી પ્રત્યે ચંદ્રદેવની ભક્તિ અને કૃતજ્ઞતા દર્શાવતી પ્રતિકૃતિ શિવલિંગ પર કલાત્મક રીતે તૈયાર કરવામાં આવી હતી. આ શૃંગાર દર્શન દ્વારા ચંદ્રદેવની જેમ જ સમસ્ત ભક્તોના દુઃખ અને કષ્ટો દૂર થાય તેમજ સૌના જીવનમાં સુખ, શાંતિ અને શીતળતા પ્રસરે તેવી મંગલ કામના કરવામાં આવી હતી.

Shri Somnath Mahadev was given a supernatural Chandra Darshan Shringar on Shravan Purnima

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati