Saturday, 28 Mar, 11.20 am આજકાલ

હોમ
સિંગાપોરમાં નજીક ઉભા રહેનાર કે અડીને બેસનારને જેલ અને દંડ

અહીંની સરકારે કોરોના વાઇરસનો રોગચાળો વધુ ફેલાતો રોકવા માટે લોકોનો જાહેરમાં શારીરિક સંપર્ક ઘટાડવા જેલની સજા અને દંડની જાહેરાત કરી હતી. સિંગાપોરમાં બાર્સ અને સિનેમાગૃહો સહિતના સાર્વજનિક સ્થળો બધં કરાવાયા છે તેમ જ મોટા કાર્યક્રમોના આયોજન પર પ્રતિબધં મુકાયો છે.


વિશ્ર્વભરમાં કોરોના વાઇરસનો રોગચાળો ફેલાતો રોકવા માટે લોકોને શારીરિક સંપર્ક ટાળવાની સૂચના અપાઇ રહી છે. સિંગાપોરના નવા કાયદા મુજબ લોકો જાહેરમાં ઇરાદાપૂર્વક એક મીટર કરતાં ઓછા અંતરે કતારમાં ઊભા હશે અથવા સીટ પર બેઠા હશે તો તેઓને છ મહિના સુધીની જેલ અને વધુમાં વધુ સિંગાપોરના ૧૦,૦૦૦ ડોલર (અમેરિકાના અંદાજે ૭,૦૦૦ ડોલર) સુધીનો દડં કરાશે.

સિંગાપોરમાં વ્યાપારીઓને પણ ગ્રાહકો એકબીજાથી એક મંીટરનું અંતર રાખે એનું ધ્યાન રાખવા સૂચના અપાઇ છે અને જો તેઓ તેનું પાલન નહિ કરે તો તેઓને પણ જેલની સજા અને દડં કરાશે. સિંગાપોરમાં કોરોના વાઇરસના અંદાજે ૬૮૩ દરદી છે અને ઓછામાં ઓછા બે દરદી મૃત્યુ પામ્યા છે, પરંતુ જનતાનો એકબીજાની સાથે શારીરિક સંપર્ક ટાળવાના કડક નિયમને લીધે તેને પોતાને ત્યાં હજી સંપૂર્ણ લોકડાઉન કરવાની જર નથી પડી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top