Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સીઝનનો પહેલો વરસાદ પડતા જ બગસરા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

સીઝનનો પહેલો વરસાદ પડતા જ બગસરા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

આજકાલ 1 week ago

સીઝનનો પહેલો વરસાદ પડતા જ બગસરા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

બગસરા શહેરમાં ચોમાસાની સિઝનનો પહેલો જ વરસાદ ખાબકતાની સાથે જ સ્થાનિક પીજીવીસીએલ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લ ી પડી ગઈ છે. પહેલા જ વરસાદમાં સમગ્ર પંથકમાં વીજ ફોલ્ટની હારમાળા સર્જાઈ હતી અને વારંવાર પાવર કટ થવાના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠા હતા.

તંત્રની આ લાપરવાહી ત્યારે ચરમસીમાએ પહોંચી યારે માસૂમ બાળકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. બગસરાની સ્થાનિક સરકારી કન્યા પ્રાથમિક શાળાની બિલકુલ બાજુમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં વરસાદને કારણે સતત ભયાનક ધડાકાઓ શરૂ થયા હતા, જેના કારણે શાળાના માસૂમ બાળકો સતત બેથી અઢી કલાક સુધી ડર અને ભયના ઓથાર હેઠળ સમય પસાર કરવા મજબૂર બન્યા હતાં. આ ગંભીર ઘટના અંગે સ્થાનિકો અને શાળા પ્રશાસન દ્રારા તાત્કાલિક પીજીવીસીએલ કચેરીએ તેમજ કોલ સેન્ટરમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવા છતાં, સ્થાનિક નિંભર તંત્રના પેટનું પાણી હલ્યું નહોતું અને કલાકો સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ આખી ઘટનામાં સૌથી વધુ આઘાતજનક અને શરમજનક બાબત એ છે કે, વીજ રિપેરિંગ અથવા લાઈન બધં કરવા જેવા સ્થાનિક કક્ષાના સામાન્ય મુદ્દા માટે પણ છેક મુખ્યમંત્રીના કાર્યાલયે (સીએમઓ) દખલગીરી કરવી પડી હતી.
યારે આ સંવેદનશીલ બાબત રાયના મુખ્યમંત્રીના ધ્યાને આવી, ત્યારે મુદ્દાની ગંભીરતાને ધ્યાને લઈ મુખ્યમંત્રી કાર્યાલય દ્રારા તાત્કાલિક કન્યાશાળા પાસેનો વીજ પ્રવાહ બધં કરાવી તાકીદે રિપેરિંગ કરવા તેમજ ભૂતકાળની રજૂઆતોને ધ્યાને લઈ ત્યાં આવેલા ચાર વીજ ટ્રાન્સફોર્મરોને સત્વરે ત્યાંથી દૂર કરવા કડક ટેલિફોનિક સૂચનાઓ આપી હતી. ગાંધીનગરથી ચાબુક વિંઝાતા જ અત્યાર સુધી કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું સ્થાનિક તત્રં અચાનક સળવળ્યું હતું અને યુદ્ધના ધોરણે કામગીરી કરવા દોડતું થયું હતું. એક તરફ રાયના મુખ્યમંત્રી આવી નાની અને ગંભીર બાબતો પ્રત્યે અત્યતં કાળજી રાખે છે અને જનતાની સમસ્યાઓ પર ત્વરિત એકશન લેવા માટે જાણીતા છે, ત્યારે બીજી તરફ બગસરાનું સ્થાનિક પીજીવીસીએલ તત્રં બાળકોના જીવના જોખમ સામે પણ ઘોર બેદરકારી દાખવી રહ્યું હતું. ફરજમાં આવી ઘોર બેદરકારી દાખવનારા બગસરાના જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati