Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સોનિયા ગાંધીના પુસ્તકમાં કાપકૂપ કરવા પેંગ્વિનની માગ, સોનિયાએ ઇનકાર કર્યેા

સોનિયા ગાંધીના પુસ્તકમાં કાપકૂપ કરવા પેંગ્વિનની માગ, સોનિયાએ ઇનકાર કર્યેા

આજકાલ 1 week ago

કોંગ્રેસના વરિ નેતા સોનિયા ગાંધીના બહત્પચર્ચિત સંસ્મરણ બિલોંગિંગ: અ જર્ની ઓફ લવને ભારતમાં પ્રકાશિત કરવાનો ઇનકાર પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ કર્યેા છે. અહેવાલો અનુસાર પ્રકાશકે પુસ્તકની પાંડુલિપિના એક ભાગમાં કેટલાક સંપાદકીય ફેરફારો કરવા અને કેટલાક અંશો સંપૂર્ણ કાઢી નાખવાની માગ કરી હતી. સોનિયા ગાંધીએ પુસ્તકમાં કોઈ ફેરફાર કે કાપ મૂકવાનો સ્પષ્ટ્ર ઇનકાર કરતાં પેંગ્વિને ભારતીય આવૃત્તિ પ્રકાશિત નહીં કરવાનો નિર્ણય લીધો છે.પેંગ્વિને કયા ચોક્કસ અંશો સામે વાંધો ઉઠાવ્યો અને શું કાઢવા કહ્યું તેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.

સોનિયા ગાંધીના એજન્ટ ડેવિડ ગોડવિન અને અમેરિકન પ્રકાશક આલ્ફ્રેડ એ. નોફ તરફથી પણ આ મુદ્દે કોઈ સ્પષ્ટ્રતા કરવામાં આવી નથી.૫૪૪ પાનાંનું આ પુસ્તક સોનિયા ગાંધીના વ્યકિતગત જીવન સાથે ભારતના છેલ્લા છ દાયકાના રાજકારણની અંદરની વાતો પણ રજૂ કરશે. તેની શઆત ૧૯૬૫માં કેમ્બિ્રજમાં ૧૯ વર્ષની સોનિયા માઇનોની રાજીવ ગાંધી સાથે થયેલી મુલાકાત અને પ્રેમથી થાય છે. ત્યારબાદ તેમના ભારત આગમન, નહે-ગાંધી પરિવારમાં પ્રવેશ અને ભારતીય રાજકારણ સાથેના તેમના સંબંધની વાત કરવામાં આવી છે. પુસ્તકમાં સંજય ગાંધીના મૃત્યુ, ઇન્દિરા ગાંધીની હત્યા અને ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા પછી સોનિયા ગાંધી પર આવેલી વ્યકિતગત આફતોની પણ વિગત છે. આ ઘટનાઓ પછી સક્રિય રાજકારણથી દૂર રહેવા માગતા હોવા છતાં તેઓ કેવી રીતે કોંગ્રેસના નેતૃત્વ સુધી પહોંચ્યાં તેની વાત પણ પુસ્તકમાં કરવામાં આવી છે.સૌથી વધુ રાજકીય રસ જગાવનાર ભાગ ૨૦૦૪ની લોકસભા ચૂંટણી પછીનો છે. યુપીએને સત્તા મળ્યા બાદ સોનિયા ગાંધી વડાપ્રધાન બનશે એવું લગભગ નક્કી માનવામાં આવતું હતું, પરંતુ તેમણે અચાનક વડાપ્રધાનપદ સ્વીકારવાનો ઇનકાર કર્યેા અને મનમોહન સિંહને આગળ કર્યા. આ નિર્ણય પાછળના પોતાના કારણોની ચર્ચા પણ તેમણે આ પુસ્તકમાં કરી છે. સોનિયા ગાંધીએ પુસ્તક અંગે જણાવ્યું છે કે તેમના પરિવાર વિશે ઘણું લખાયું છે, પરંતુ પરિવારના સભ્યોની પ્રેરણા, તેમના નિર્ણયો અને તેમની માનવીય ખામીઓ સુધી બહત્પ ઓછાં વર્ણનો પહોંચી શકયાં છે. પુસ્તક મારફતે તેમણે પોતાના પરિવારને માત્ર રાજકીય વ્યકિતત્વ તરીકે નહીં પરંતુ માણસ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યેા હોવાનું જણાવ્યું છે. સાથે ભારતના છેલ્લા ૬૦ વર્ષના સામાજિક અને રાજકીય પરિવર્તન અંગે પણ પોતાનો ધ્ષ્ટ્રિકોણ રજૂ કર્યેા છે.ભારત સિવાયના બજારોમાં બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ ૧૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ પ્રકાશિત થવાનું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati