રાજકોટ મહાનગરપાલિકાના મુખ્યપદાધિકારીઓની નિયુક્તિ માટે આવતીકાલથી પ્રદેશ નિરીક્ષકો દાવેદાર કોર્પોરેટરોને સાંભળવાનું સવારે ૧૧ વાગ્યાથી શરૂ કરશે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ અંગેની પ્રક્રિયા હાથ ઘરાશે. પ્રદેશ ભાજપના ત્રણ નિરીક્ષકો દાવેદારોની સેન્સ લઈ પ્રદેશ અધ્યક્ષ તેમજ પાલલમેન્ટ્રી બોર્ડમાં રીપોર્ટ રજુ કરશે. દરમિયાન આજથી એવી ચર્ચા ચાલે છે કે, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેનપદ માટે પ્રદેશ ભાજપની ફોર્મ્યુલા મુજબનું નામ પસંદ કરાશે કે પછી પ્રદેશ ભાજપને પસંદ હશે તે નામ મુજબની ફોર્મ્યુલા બનશે ?
રાજકોટ શહેરમાં જે નામો મેયર અને સ્ટે. કમીટી ચેરમેન પદ માટે ચર્ચાય રહ્યા છે તેમાં
મેયરપદ માટે ડૉ. નેહલભાઈ શુકલ, મનીષ ભટ્ટ, પરેશ ઠાકર, નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા, કેતન પટેલ, અશ્વિન ભોરણીયા વિગેરેના નામો ચર્ચાય રહ્યા છે.જયારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદ માટે ઘનશ્યામ હેરભા, ડો. પ્રદીપ ડવ, હિરેન ખીમાણીયા, દિલીપ લુણાગરીયા અને પરેશ પીપળીયા સહિતના નામો ચર્ચામાં છે. જો બ્રાહ્મણ કે પાટીદારને મેયરપદ અપાય તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદ માટે ઓબીસીનો દાવો મજબુત બનશે. જો કે, ઓબીસી ઉપરાંત ક્ષત્રિય સમાજની પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદ માટે દાવેદારી હોવાનું ચર્ચાય રહ્યું છે.દાવેદારોની સેન્સ પ્રક્રિયાના અંતે પાર્લામેન્ટ્રી બોર્ડમાં નામ રજુ વાય ત્યાર બાદ મંજુરીની મહોર લાગતી હોય છે. જો કે, પ્રદેશ જે તે શહેરમાં
પદાધિકારીઓની નિયુક્તિ માટેનો એક સુનિશ્રીત ક્રાઈટેરીયા તૈયાર કરે છે અને તે મુજબનું નામ પસંદ કરવાનું હોય છે. અલબત અનેક વખત એવું બને છે કે, પ્રદેશે કોઈ નામ અગાઉથી પસંદ કર્યું હોય તો તે નામ મુજબનો ક્રાઈટેરીયા જાહેર વતો હોય છે.એક પ્રબળ સંભાવના એવી પણ છે કે, ચર્ચાતા નામોમાંથી એકપણ નામ ન આવે અને તદ્દન નવું જ નામ પસંદ કરીને પ્રદેશ સૌને ચોંકાવે. ઉમેદવારોની પસંદગીમાં જે રીતે નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે તે રીતે પદાધિકારીઓની પસંદગીમાં પણ ચર્ચાતા નામોના બદલે તદ્દન નવા નામો પસંદ કરવામાં આવે તેવું બની શકે છે. હાલનું ભાજપ એ ન્યુ બીજેપી છે અને આ ન્યૂ બીજેપી નવા-નવા પ્રયોગો કરવા માટે જાણીતું છે. વિજેતા ઉમેદવારો આજથી કોર્પોરેટર ગેઝેટમાં નામ પ્રસિદ્ધ રાજકોટ સહિત રાજયભરના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વિજેતા ઉમેદવારો આજથી કોર્પોરેટર બન્યા છે. આજે તમામ વિજેતા ઉમેદવારોના નામ ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ ગયા છે. હવે રાજકોટ મ્યુનિ. કમિશનર જનરલ બોર્ડ મિટિંગ બોલાવવા માટે આદેશ કરે ત્યાર બાદ મ્યુનિ. સેક્રેટરી દ્વારા એજન્ડા પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો નિયુકત કરવા માટેની દરખાસ્ત હશે. દરખાસ્તમાં લખેલા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના નામમાં જે સભ્યનું નામ પ્રથમ ક્રમે હોય તે ચેરમેન હોય છે તેવી વણલખી પરંપરા છે.

