ઈન્ડિયા
સ્વિમિંગ પૂલ સામાન્ય લોકો માટે ખુલશે, સિનેમા હોલમાં બેસાડી શકાશે 50 ટકાથી વધુ લોકોને, ક્લિક કરીને વાંચો નવી ગાઇડલાઇન્સની વિગતો

કેન્દ્રીય ગૃહ મંત્રાલય આગામી ૧ ફેબ્રુઆરીથી 28 સુધી ના સમય માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે જે રીતે કોરોના ના કેસ દેશભરમાં ઘટી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી નવી ગાઇડલાઇન્સ માં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. જોકે આ ગાાઇડલાઇમાં પણ જે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હોય તેમાં કોરોના ને લગતા નિયમો નું નિયમોનું પાલન કડક રીતે કરવાનું રહેશે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયનાા વિસ્તારોમાં પહેલા કરતાં વધારે છૂટછાટ નવી ગાઇડલાઇન્સ માં આપવામાં આવી છે.
નવા નિયમ અનુસાર હવેથી સિનેમા હોલમાં 50% થી વધુ લોકોને બેસવાની પરવાનગી આપવામાં આવી છે આ સાથે જ સ્વિમિંગ પૂલ સામાન્ય લોકો માટે પણ ખોલી શકાશે જો કે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના ના કેસ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારોએ જરૂરી એસઓપી લાગુ કરવી પડશે.
નવી ગાઇડલાઇન્સ અનુસાર સામાજિક-ધાર્મિક રમત ગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક આયોજનોમાં કેટલા લોકોનો સમાવેશ કરવામાં આવશે તેના માટે રાજ્ય સરકાર અલગથી દિશાનિર્દેશ જાહેર કરશે.