Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
તારી પત્ની હજુ મારા પતિને મેસેજ કરે છે કહેતા જ અલ્તાફે પિત્તો ગુમાવ્યો, પત્નીને હથોડીના ઘા ઝીંકી યમલોક પહોંચાડી

તારી પત્ની હજુ મારા પતિને મેસેજ કરે છે કહેતા જ અલ્તાફે પિત્તો ગુમાવ્યો, પત્નીને હથોડીના ઘા ઝીંકી યમલોક પહોંચાડી

આજકાલ 2 weeks ago

રાજકોટ શહેર અને જિલ્લામાં હત્યાનો સીલસીલો યથાવત રહ્યો છે, છેલ્લા એક મહિનામાં શહેર અને જિલ્લામાં પાંચ હત્યા થયાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ત્યારે આજે શહેરના રૈયા ટેલિફોન એક્સચેંજ નજીક વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. પતિએ પત્નીને માથામાં હથોડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. પત્નીને અન્ય સાથે સંબંધ હોવાની જાણ પતિને થતા ઉશ્કેરાટમાં આવી ખૂની ખેલ ખેલ્યો હતો.

પત્નીની હત્યા કર્યા બાદ પતિ નાશી છૂટેલા પતિને યુનિવર્સીટી પોલીસે સંકજામાં લીધો છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ રૈયા ટેલિફોન એક્સચેંજ પાસે આવેલા શિવાલીક એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતા શિલ્પાબેન અલ્તાફભાઈ લાલાણી(ખોજા) (ઉ.વ.40)ના આજે સવારે ઘરે હતા પતિ સાથે બોલાચાલી થતા ઝગડો ઉગ્ર બન્યો હતો અને પતિએ ઉશ્કેરાટમાં આવી હથોડીના ઉપરા ઉપરી ઘા માથામાં મારી દેતા પત્ની લોહી લુહાણ હાલતમાં ત્યાંજ ઢળી પડી હતી. મૃતકની ભાણેજ બચાવવા વચ્ચે પડતા અલ્તાફ તેની પાછળ પણ હથોડી લઈને દોડતા એપાર્ટમેન્ટના પાર્કિગમાં દોડી ગઈ હતી અને 108 તેમજ પોલીસને જાણ કરી હતી. શિલ્પાબેનને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.

ચકચારી ઘટનાને પગલે ઇન્ચાર્જ ડીસીપી ચૈતન્ય માંડલિક, એસીપી ડામોર તેમજ યુનિવર્સીટી પોલીસ મથકના પીઆઈ દવે સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘટનાની વિગતો ભાણેજ નયનાબેન પાસેથી જાણી પતિ અલ્તાફ લાલાણી સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

મૃતકને સંતાનમાં દીકરો દીકરી છે, જેમાં દીકરો મુંબઈ અભ્યાસ કરે છે અને હાલ પોરબંદર રહેતા મામાના ઘરે વેકેશન કરવા માટે ગયો છે. જયારે દીકરી અમદાવાદર અહીં ખાનગી કંપનીમાં નોકરી કરે છે, માતાના અન્ય વ્યક્તિ સાથેના સંબંધે પરિવારનો હસતો રમતો માળો વીખી નાખતા બંને સંતાનો માતા-પિતા વિહોણા બન્યા છે. ઘટનાને લઈને પરિવારમાં માતમ છવાયો છે.

તારી પત્ની હજુ મારા પતિને મેસેજ કરે છે કહેતા જ અલ્તાફએ પિત્તો ગુમાવ્યો

પત્નીની હત્યા કરનાર અલ્તાફ લાલાણી રૈયાધારમાં પ્રોવિઝન સ્ટોર્સ ચલાવે છે, આજે સવારે દુકાને હતો ત્યારે શિલ્પાને કોઈ જીતુ નામના વ્યક્તિ સાથે વ્યવહાર હોવાથી જીતુની પત્ની ભાનુબેન અલ્તાફની દુકાને આવી હતી અને મૉટે મોટેથી કહેવા લાગી હતી કે, તારી પત્નીને સમજાવી દેજે હજુ મારા પતિને મેસેજ કરે છે, મેં બંનેના વાતચીતના ચેટ પણ વાંચ્યા છે અને તારે જોવું હોય તો ઘરે જઈને તારી પત્નીનો મોબાઈલ ચેક કર એટલે ખબર પડી જશે. આ સાંભળી અલ્તાફે મગજ ગુમાવ્યો હતો અને દુકાન બંધ કરી સીધો જ ઘરે પહોંચી પત્ની શિલ્પા સાથે મોબાઈલ ફોન જોવા બાબતે ઝગડો કરતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં અલ્તાફે ઉગ્ર બની હથોડીના ઘા માથામાં મારી દીધા હતા. પત્ની લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડતા પતિ અલ્તાફ થેલામાં હથોડી નાખી ને ઘરેથી નીકળી ગયો હતો.

છેલ્લા કેટલાક દિવસથી ઘરમાં ક્લેશ ચાલતો હતો

પત્નીને કોઈ જીતુ નામના વ્યક્તિ સાથે સબંધ હોવાની વાત પતિ અલ્તાફને ખબર પડી જતા બંને વચ્ચે આ વાતને લઈને છેલ્લા એક અઠવાડિયાથી ઘરમાં નાની મોટી માથાકૂટ ચાલતી હતી. જે આજે હત્યા સુધી પહોંચી હતી. હત્યા કરનાર પતિને પોલીસે ગણતરીની કલાકોમાં જ સકંજામાં લઇ જેનાથી હત્યા કરવામાં આવી હતી એ હથોડી પણ કબ્જે કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati