Dailyhunt
ટેલિકોમ કંપનીઓને પડયા ઉપર પાટુ: જીએસટી, સર્વિસ ટેકસની નોટિસ

ટેલિકોમ કંપનીઓને પડયા ઉપર પાટુ: જીએસટી, સર્વિસ ટેકસની નોટિસ

આજકાલ 6 years ago

ટેલિકોમ કંપનીઓની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)માં રાહતની આશા ધોવાઈ ગઈ છે. હવે કંપનીઓને વધુ એક આંચકો વેઠવો પડે તેવી શકયતા છે. ટેકસ સત્તાવાળાએ નહીં ચૂકવાયેલા એજીઆર લેણાં પર જીએસટી અને સર્વિસ ટેકસની નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે.


જીએસટીના અમલ પહેલાંના ગાળા માટે કંપનીઓને ૧૫ ટકા સર્વિસ ટેકસ ચૂકવવા જણાવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧ જુલાઈ ૨૦૧૭થી કંપનીઓ પાસે ૧૮ ટકા જીએસટીની માગણી કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અધિકારીઓએ ટેલિકોમ કંપનીનો સંપર્ક શરૂ કર્યેા છે અને તેમને એજીઆર ઉપરાંત સર્વિસ ટેકસ ચૂકવવા જણાવ્યું છે. કંપનીઓને જીએસટી ચૂકવવા પણ જણાવાયું છે.
અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે બધં થઈ ચૂકેલી અથવા નાદારીની પ્રક્રિયા હેઠળની કંપનીઓ પાસે પણ ટેકસની માગણી કરવામાં આવી છે.

ટેલિકોમ કંપનીઓએ આ વાતને સમર્થન આપ્યું હતું અને આગામી પગલાંના ભાગરૂપે તેઓ કાનૂની સલાહ લઈ રહ્યા હોવાનું જણાવ્યું છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati