Thursday, 05 Mar, 11.20 am આજકાલ

હોમ
ટેલિકોમ કંપનીઓને વિલબં કર્યા વિના ૭૭૦૦૦ કરોડનું દેવું ચૂકવવા નોટિસ

બુધવારે ટેલિકોમ વિભાગે વોડાફોન-આઈડિયા, એરટેલ અને ટાટા ટેલિને ૭૬,૭૪૬ કરોડ પિયાની રિકવરી નોટિસ મોકલી છે. ટેલિકોમ વિભાગે એજીઆર (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ)ની બાકીની રકમ થોડી-થોડી કરીને ચૂકવવાના નિર્ણય સામે નારાજગી વ્યકત કરી છે. સાથે જ કોઈપણ પ્રકારનો વિલબં કર્યા વિના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને બાકીની રકમ ચૂકવી દેવાની સૂચના આપી છે.


ટેલિકોમ મંત્રાલયે ત્રણેય કંપનીઓને મોકલેલા પત્રમાં લખ્યું, આંશિક ચૂકવણીને સુપ્રીમ કોર્ટે ૨૪ ઓકટોબર ૨૦૧૯ અને ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ આપેલા આદેશનું પાલન ગણી શકાય નહીં. હવે જરા પણ વિલબં કર્યા વિના બાકીની રકમ ચૂકવી દો. સાથે જ સ્પષ્ટ્ર કયુ કે, સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે તેઓ બાકીની બધી જ રકમ વસૂલવા માગે છે.

૫૩,૦૩૮ કરોડના દેવા સામે વોડાફોન-આઈડિયાએ માત્ર ૩૫૦૦ કરોડ પિયાની ચૂકવણી કરી છે. યારે એરટેલે ૩૫,૫૮૬ કરોડ પિયાના દેવા સામે ૧૮,૦૦૪ કરોડ પિયા ચૂકવ્યા છે. ટાટા ગ્રુપ કંપનીઝ, ટાટા ટેલિસર્વિસિઝ લિમિટેડ અને ટાટા ટેલિસર્વિસિઝ (મહારાષ્ટ્ર્ર) લિમિટેડએ એકંદરે ૧૩,૮૨૩ કરોડ પિયાના દેવા સામે ૪,૧૯૭ કરોડ પિયા ચૂકવ્યા છે.

આ વિશે વાત કરતાં એક સિનિયર અધિકારીએ કહ્યું, આ નોટિસ મળ્યા બાદ કંપનીઓએ હવે બાકીની રકમ તાત્કાલિક ચૂકવવી પડશે અથવા સજા ભોગવવી પડશે. જે મુજબ સૌપ્રથમ તેમણે આપેલી બેંક ગેરંટીને વટાવવામાં આવશે. ત્યાર પછી પણ તેઓ ગેરંટી અને એજીઆરના દેવાની રકમ ચૂકતે નહીં કરે તો અમારે તેમના ટેલિકોમ લાઈસન્સ રદ કરવા જેવું મોટું પગલું ભરવું પડશે. જેના માટે તેમને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવશે.

બુધવારની નોટિસ મુજબ વોડાફોન-આઈડિયાએ ટેલિકોમ વિભાગને તાત્કાલિક ધોરણે ૪૯,૫૩૮ કરોડ પિયા ચૂકવવા પડશે. યારે એરટેલને ૧૭,૫૮૨ કરોડ અને ટાટા કંપનીઓને ૯,૬૨૬ કરોડ પિયા જમા કરાવવાના રહેશે. આ મુદ્દે અમારા સહયોગીએ બુધવારે સાંજે કંપનીઓને સવાલ કર્યા હતા પરંતુ જવાબ મળ્યા નથી. આ સિવાય ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરી તો એરટેલના પ્રવકતાએ જવાબ આપવાની ના પાડી હતી.

ટેલિકોમ વિભાગે જારી કરેલી નોટિસમાં જણાવાયું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, કંપનીઓએ લાઈસન્સ ફી, સ્પેકટ્રમ વપરાશ ચાર્જના બાકીની રકમ વ્યાજ, દડં અને દડં પરના વ્યાજ સાથે ઝડપથી ચૂકવવાની રહેશે. સાથે જ ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને સ્વ-આકલનમાં કરેલા એજીઆર કેલ્કયુલેશનને સમર્થન આપતા દસ્તાવેજો પણ સબમિટ કરાવવાનો આદેશ કર્યેા છે.

ટેલિકોમ કંપનીઓ ભારપૂર્વક કહી રહી છે કે તેમની એજીઆરની બાકીની રકમ જે માગવામાં આવી છે તેનાથી ઘણી ઓછી છે. કંપનીઓના આ દાવા બાદ સરકારને કડક વલણ દાખવવાની જર પડી છે. વોડાફોન-આઈડિયાએ સ્પષ્ટ્ર કયુ છે કે સરકારની મદદ વિના તેઓ પોતાના દેવા ચૂકવવા માટે આર્થિક રીતે સદ્ધર નથી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top