Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ટ્રમ્પના ટેરિફનો ચીને આપ્યો જડબાતોડ જવાબ: 6 અમેરિકી કંપનીઓને કરી બ્લેકલિસ્ટ; ડ્રોન એક્સપોર્ટના નિયમો વધુ કડક કર્યા

ટ્રમ્પના ટેરિફનો ચીને આપ્યો જડબાતોડ જવાબ: 6 અમેરિકી કંપનીઓને કરી બ્લેકલિસ્ટ; ડ્રોન એક્સપોર્ટના નિયમો વધુ કડક કર્યા

આજકાલ 1 week ago

મેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા નવા વેપાર ટેરિફ અને પ્રતિબંધોના જવાબમાં ચીને બુધવારે મોટો આર્થિક પલટવાર કર્યો છે. ચીને ૬ અમેરિકી કંપનીઓને બ્લેકલિસ્ટ કરી દીધી છે અને અમેરિકા તરફ જતાં ડ્રોન, તેના સ્પેરપાર્ટ્સ તથા સંબંધિત ટેકનોલોજીના નિકાસ (Export) પર કડક નિયંત્રણો લાદી દીધા છે.

અમેરિકાએ ચીન સહિત પ૦ થી વધુ દેશો પર નવા ટેરિફ અને કડક વેપાર નિયમો લાદ્યા બાદ ચીને આ આકરો નિર્ણય લીધો છે.

ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકાના અન્યાયી પગલાંથી ચીનના વાજબી હિતો અને અધિકારોને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. આ સ્થિતિમાં પોતાના હિતોનું રક્ષણ કરવા માટે આવા કડક જવાબી પગલાં ભરવા અનિવાર્ય બન્યા હતા. આ સમગ્ર ટ્રેડ વૉર અંગેનો સવિસ્તાર અહેવાલ નીચે મુજબ છે.

૬ અમેરિકી કંપનીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ
ચીને જે ૬ અમેરિકી કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, તેમાં જિયોસાયન્સ રિસર્ચ ક્ષેત્રની કંપની 'સ્ટ્રેટમ રિઝર્વોયર' (Stratum Reservoir) અને બાયોટેકનોલોજી ફર્મ 'એપ્લાઇડ ડીએનએ સાયન્સિસ' (Applied DNA Sciences) મુખ્ય છે.

લેવડ-દેવડ પર રોક: આ પ્રતિબંધો હેઠળ હવે કોઈ પણ ચીની નાગરિક કે સંસ્થા આ ૬ અમેરિકી કંપનીઓ સાથે કોઈ પણ પ્રકારની વ્યાપારી લેવડ-દેવડ, કરાર કે સહયોગ કરી શકશે નહીં.

શિનજિયાંગ મુદ્દો: ચીને આરોપ લગાવ્યો છે કે આ કંપનીઓએ શિનજિયાંગ પ્રદેશ સાથે જોડાયેલા અમેરિકાના ગેરકાયદેસર પ્રતિબંધોને સમર્થન આપ્યું હતું. જોકે ચીન શિનજિયાંગમાં મુસ્લિમ ઉઇગર સમુદાય પર થતા અત્યાચારોના આંતરરાષ્ટ્રીય આરોપોને સતત ફગાવતું આવ્યું છે.

ડ્રોન સપ્લાય અને ટેકનોલોજી ટ્રાન્સફર પર કાપ
ચીને યુએસ મોકલવામાં આવતા ડ્રોન, તેના મહત્વપૂર્ણ પુર્જાઓ અને સંબંધિત ટેકનોલોજીના સપ્લાય પર પણ સખત કાપ મૂક્યો છે. ચીન વૈશ્વિક સ્તરે ડ્રોન નિર્માણ અને ડ્રોન કમ્પોનન્ટ્સનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. તેથી ડ્રોન ટેકનોલોજી અને પુરવઠા પર કડક નિયંત્રણો લાદવાથી અમેરિકાના ટેકનોલોજી અને ડિફેન્સ સેક્ટર પર સીધી અસર પડી શકે છે.

ટ્રમ્પની ટેરિફ નીતિ અને વૈશ્વિક અસરો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશના 'અન્યાયી' વેપાર ઘાટાને સરભર કરવાના નામે જુલાઈમાં ચીન સહિત ૬૦ જેટલા દેશો પર વધારાનો ટેરિફ ઝીંક્યો હતો, જેમાં ભારત પર પણ ૧૦ ટકાનો વધારાનો ટેક્સ લાદવામાં આવ્યો હતો.

​​​​​​​અમેરિકાના આ આકરા આર્થિક નિર્ણયો સામે હવે ચીને સામસામે 'ટ્રેડ વૉર' (Trade War) ના મંડાણ કરી દીધા છે, જેનાથી વૈશ્વિક બજાર અને સપ્લાય ચેઈનમાં ફરી એકવાર તણાવનો માહોલ સર્જાયો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati