Sunday, 16 Feb, 1.20 pm આજકાલ

હોમ
ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનતા કેજરીવાલ, છ મંત્રીઓ સાથે લીધા શપથ

આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. . અરવિંદ કેજરીવાલ સાથે બીજા 6 ધારાસભ્ય મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઇમરાન હુસૈન તેમજ રાજેન્દ્ર પાલ ગૌતમેં પણ શપથ લીધા છે. રામલીલા મેદાનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં એક લાખ લોકો પહોંચ્યા હતા. પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું છે કે કેજરીવાલને દિલ્હીના તમામ લોકો પ્રેમ કરે છે અને જનાદેશે આ વાત સાબિત કરી દીધી છે. અમે આખા શહેરને આમંત્રણ આપ્યું હતું શપથ સમારોહના ગણતરીના કલાકો પહેલા કેજરીવાલે ટ્વિટર પરથી વીડિયો શેર કરીને કહ્યું, તમારા દીકરાને આશીર્વાદ આપવા રામલીલા મેદાન જરૂર આવજો.

આ પહેલા વર્ષ 2013 અને 2015માં પણ કેજરીવાલે રામલીલા મેદાનમાં શપથ લીધા હતા.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top