Dailyhunt
વૈશ્વિકઅર્થતત્રં મંદીમાં ધકેલાયું: આઈએમએફ પ્રમુખ

વૈશ્વિકઅર્થતત્રં મંદીમાં ધકેલાયું: આઈએમએફ પ્રમુખ

આજકાલ 5 years ago

૨૦૦૯ કરતાં પણ સ્થિતિ વધારે ગંભીર: દુનિયાના બજારોને ૨૫૦૦ અબજની જરૂર

આંતરરાષ્ટ્ર્રીય મુદ્રાકોષના પ્રમુખ કિસ્ટલીના જોજીર્વાએ કહ્યું કે કોરોના વાયરસ મહામારીથી અર્થતત્રં મંદીની તરફ ધકેલાયું છે અને વિકાસશીલ દેશોની મદદ માટે મોટાપાયા પર નાણાંકીય પોષણની જર પડશે. તેમણે ઓનલાઇન સંવાદદાતાઓની સાથે વાતચીતમાં કહ્યું કે એ સ્પષ્ટ્ર છે કે આપણે મંદીમાં પ્રવેશ કરી રહ્યા છીએ. હાલની સ્થિતિ ૨૦૦૯માં વૈશ્વિક નાણાંકીય સંકટથી પણ વધુ ખરાબ છે.


જોજીર્વા એ કહ્યું કે દુનિયાભરમાં આર્થિક ગતિવિધિઓ અચાનક ઠપ થવાની સાથે ઉભરતા બજારોને ૨૫૦૦ અબજ ડોલરના નાણાંકીય પોષણની જર પડશે. જો કે તેમણે એમ પણ કહ્યું કે અમાં માનવું છે કે આ આંકડો ઓછો છે.

અત્યાર સુધી ૮૦થી વધુ દેશોએ મુદ્રાકોષને આપાત સહાયતાનો આગ્રહ કર્યેા છે.

કોરોના અત્યાર સુધી ૧૭૫થી વધુ દેશોમા ફેલાઇ ચૂકયો છે. આખી દુનિયામાં કોરોના વાયરસના ૫૨૯૬૧૪ કેસ સામે આવી ચૂકયા છે. ૧૨૧૪૫૪ દર્દી રીકવર થઇ ચૂકયા છે અને એકિટવ કેસ ૩૮૪૪૪૬ કેસ છએ. કોરોનાના લીધે મોતનો આંકડો ૨૩૭૧૪ થઇ ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં ૭૨૪ કેસ સામે આા છે અને ૧૭ લોકોના મોત થયા છે અને એકિટવ કેસ ૬૪૦ છે.

આખી દુનિયામાં કોરોનાથી અર્થતંત્રને બચાવા માટે સ્પેશ્યલ પેકેજની જાહેરાત કરાય રહી છે. અમેરિકા કોરોનાની વિદ્ધ જંગમાં ૨ લાખ કરોડ ડોલર એટલે કે ૨ ટિ્રલિયનના સ્પેશ્યલ પેકેજની જાહેરાત કરી શકે છે તેને લઇ વોટિંગ પ્રક્રિયા ચાલુ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati