Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વાંકાનેર: આસોઈ નદી પરના પુલની એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત

વાંકાનેર: આસોઈ નદી પરના પુલની એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત

આજકાલ 1 week ago

વાંકાનેરથી રાજકોટ રોડ પર સિંધાવદર પાસેનો આસોઇ નદીનો ૧૦ મીટર લાંબો પુલ ૩૬ વર્ષ પહેલા ૧૯૯૦માં બનાવવામાં આવેલ હતો. ૨૦૨૪ પહેલા આ પુલ પરનો એક ભાગ થોડો ડેમેજ થયેલ હોવાથી રિપેર કરવામાં આવ્યો હતો, ફરી તા: ૬૧૦૨૦૨૪ના પુલમાં ગાબડું પડું હતું આથી ભારે વાહનો પુલ પર ચલાવવા પર પ્રતિબધં કરવામાં આવ્યો, આ પુલનું રિપેરિંગ કરીને ગત તા.૧૧૩૨૦૨૫ના વાહન વ્યવહાર શ કરાતા પુલની નીચે લોખંડના ગડરો પણ વધારે ડેમેજ હતા, ભોપાળું છતું થતા અંતે કામચલાઉ ડાયવર્ઝનમાં રોડ પર ડામર પાથરી પેચવર્ક કરેલ ત્યાં સુધી લોકોએ હાલાકી ભોગવવી પડી હતી, અગાઉ ચાર-પાંચ વર્ષમાં આ પુલમાં ચારથી વધારે વખત સમારકામ કરવામાં આવ્યું છે, ત્યાર પછી આખા પુલનો સર્વે કરતા તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને હાલ કામગીરી ચાલી રહી છે.

સ્થાનિક પત્રકારો દ્રારા તંત્રનું ધ્યાન દોરાતા ફરી સર્વે કરવાનું નક્કી કરવામાં આવ્યું અને ઓગણીશ મહિના પછી હાલ પુલને તોડવાની કામગીરી હાથ ધરાઈ છે લોકોને મોટી હાડમારી એ છે કે જે ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે તે રોડ એટલો બધો સાંકડો છે કે સામસામા આવતા બે ભારે વાહનો ન તો પસાર થઈ શકે છે કે ન તો પાછા ફરી શકે છે, સિંધાવદર ખેડૂતોને સીમમાં જવા આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, વાંકાનેર- રાજકોટની તમામ એસટી અહીંથી જ પસાર થાય છે. ચોમાસામાં આ ડાયવર્ઝન રોડ પર પણ પાણી ફરી વળશે, અગત્યના આ રોડ પરના હાલ તોડતા પુલને ફરી બનતા કેટલા મહિના લાગશે? ગતિશીલ ગુજરાતના દાવા વચ્ચે એક પુલને રીપેરીંગમાં ત્રણ-ત્રણ વર્ષ વીતી જાય છે. તેવા લોકોએ આક્ષેપ કર્યા છેે. પંચાસર પાસેનો પુલ બનતા પોણા બે વર્ષ લાગેલા, ભારે વાહનોની શહેરમાં અવરજવરે લોકો ત્રાહિમામ પોકારી ઉઠા હતા, હજી દશકો નથી થયો ત્યાં શા બાવાની દરગાહ પાસે આવેલા પુલનો એક ગાળો બેસવાની શઆત થઇ ગઈ છે, મોરબી ઝૂલતા પુલ જેવી કોઈ મોટી દુર્ઘટના બનશે, પછી જ તત્રં જાગશે? પ્રજાની પીડાની કોને પડી છે, જયાં જીતની ગેરેન્ટી હોય ત્યારે આવી જ દશા બને છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati