Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિદેશમાં કમાતા ભારતીયો માટે મોટા સમાચાર: HDFC અને ICICI બેંકે FD પર વધાર્યું વ્યાજ; ટેક્સ વગર મળશે ઊંચું રિટર્ન

વિદેશમાં કમાતા ભારતીયો માટે મોટા સમાચાર: HDFC અને ICICI બેંકે FD પર વધાર્યું વ્યાજ; ટેક્સ વગર મળશે ઊંચું રિટર્ન

આજકાલ 1 week ago

દેશ બહાર વિદેશમાં રહીને કમાણી કરતા અનિવાસી ભારતીયો (NRI) માટે દેશના બે સૌથી મોટા પ્રાઇવેટ બેંકો તરફથી ખુશખબર આવી છે. HDFC બેંક અને ICICI બેંકે એનઆરઆઈ માટેની ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ એટલે કે FCNR (Foreign Currency Non-Resident) ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજદરોમાં વધારો કર્યો છે. હવે એનઆરઆઈ ગ્રાહકો પોતાની વિદેશી કમાણી ડોલરમાં જમા રાખીને એક્સચેન્જ રેટના જોખમ વગર અને કોઈપણ ટેક્સ ચૂકવ્યા વગર (Tax-free) વધુ રિટર્ન મેળવી શકશે.

વ્યાજદરમાં કરાયેલા આ વધારા અને નવા વ્યાજદરો અંગેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.

બેંકો દ્વારા વ્યાજદરમાં આ વધારો કરવા પાછળ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની નીતિઓ મુખ્ય કારણ છે. આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે ૩ થી ૫ વર્ષની મુદતવાળી ફોરેન કરન્સી એફડી પર થતો 'હેજિંગ કોસ્ટ' (ચલણના ઉતાર-ચઢાવનો ખર્ચ) ચાલુ વર્ષના ૩૦ સપ્ટેમ્બર સુધી સરકાર વહન કરશે. બેંકોનો આ ખર્ચ બચી જતાં તેમણે તેનો સીધો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડતા વ્યાજદરોમાં ૦.૨૫% સુધીનો વધારો કર્યો છે.

HDFC બેંકના નવા દરો અને મર્યાદાઓ
HDFC બેંકે ૧ ઓગસ્ટ ૨૦૨૬ થી પોતાના નવા દરો અમલી બનાવી દીધા છે:

૩ થી ૫ વર્ષની એફડી: આ મુદત માટે સૌથી વધુ ૬.૨૫% નો વાર્ષિક વ્યાજદર મળશે.

ટૂંકી મુદતની એફડી: ૧ થી ૨ વર્ષ માટે ૩.૫૦% અને ૨ થી ૩ વર્ષ માટે ૩.૨૫% વ્યાજ નક્કી કરાયું છે.

લોક-ઈન પિરિયડ: ૧૦ જૂન થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ વચ્ચે ૩ થી ૫ વર્ષ માટે ખોલવામાં આવનાર એફડી પર ૧ વર્ષનો લોક-ઈન પિરિયડ લાગુ રહેશે, એટલે કે એક વર્ષ સુધી પૈસા ઉપાડી શકાશે નહીં.

પ્રોસેસિંગ સમય: જો નેટબેંકિંગ દ્વારા એફડી બુક કરવામાં આવે તો તેને ચાલુ થવામાં બે વર્કિંગ ડે નો સમય લાગી શકે છે.

ICICI બેંકના નવા દરો અને ડિપોઝિટ શરતો
ICICI બેંકે પણ ૩ ઓગસ્ટ ૨૦૨૬ થી પોતાના દરો સુધારી લીધા છે:

૩ થી ૫ વર્ષની એફડી: જો ડિપોઝિટની રકમ ૪ લાખ ડોલર કે તેથી વધુ હશે તો ૬.૨૫% વ્યાજ મળશે. પરંતુ જો રકમ ૪ લાખ ડોલરથી ઓછી હશે તો ૬.૦૦% ના દરે રિટર્ન આપવામાં આવશે.

૧ થી ૩ વર્ષની એફડી: આ મુદત માટે બેંક ૩.૮૫% નું વ્યાજ આપી રહી છે.

સમય પહેલા પૈસા ઉપાડવા અંગેના કડક નિયમો
ICICI બેંકે સમય પહેલાં ડિપોઝિટ વિથડ્રો કરવા અંગે સ્પષ્ટતા કરી છે:

૧. ૧ થી ૩ વર્ષની એફડી: ૧૨ મહિના પૂરા થયા અગાઉ જ જો પૈસા ઉપાડવામાં આવશે તો કોઈ જ વ્યાજ મળશે નહીં. પરંતુ ૧૨ મહિના પછી પૈસા ઉપાડવા પર નક્કી થયેલું વ્યાજ મળશે અને કોઈ પેનલ્ટી લાગશે નહીં.

​​​​​​​૨. ૩ થી ૫ વર્ષની એફડી: આમાં ૧ વર્ષનો લોક-ઈન પિરિયડ ફરજિયાત છે. એક વર્ષ પૂરું થયા પછી જો એફડી અકાળે તોડવામાં આવે, તો બેંક ૧% પેનલ્ટી (દંડ) કાપશે અને બાકી રહેલા સમયગાળા મુજબ વ્યાજની ચૂકવણી કરશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati