Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિદેશથી આવેલા ૧૫ લાખ લોકો શોધો: કેન્દ્રની રાજ્યોને તાકીદ

વિદેશથી આવેલા ૧૫ લાખ લોકો શોધો: કેન્દ્રની રાજ્યોને તાકીદ

આજકાલ 6 years ago

હજુ કેટલાયનું મોનિટરિંગ નહીં, કોરોના સામે લડતને ફટકો પડી શકે: કેન્દ્રએ રાય સરકારને પત્ર લખીને કહ્યું- મોનિટરિંગના પ્રયાસોમાં રહેલી અધૂરપો જોખમી સાબિત થઇ શકે

ભારતમાં છેલ્લા બે મહિનામાં વિદેશથી ૧૫ લાખ લોકો આવ્યા છે. પરંતુ રાયો દ્રારા મોનિટરિંગ હેઠળના લોકોની સંખ્યા બહત્પ ઓછી છે. આ બધા લોકોની ભાળ મેળવવા કેન્દ્રએ રાય સરકારોને તાકીદ કરી છે. આ લોકો કોરોનાનો ચેપ ફેલાવી રહ્યા હશે તો આટલા પ્રયાસો પછી પણ કોરોના સામેની દેશની લડતને બહત્પ નુકસાન થશે.


કેન્દ્રના કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ તમામ રાયોને એક પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે રાય સરકારો દ્રારા મોનિટરિંગના પ્રયાસોમાં રહેલી અધૂરપો જોખમી સાબિત થઇ શકે છે.

ભારતમાં અત્યાર સુધીમાં બહાર આવેલા મોટાભાગના પોઝિટિવ દર્દીઓ વિદેશ પ્રવાસનો ઇતિહાસ ધરાવે છે. આથી, ગયા જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં ભારતમાં આવેલા ભારતીયો તથા અન્ય તમામને શોધી કાઢવા ખાસ જરરી છે.

ભારતે તા. ૧૮મી જાન્યુઆરીથી એરપોર્ટ પર સ્ક્રિનિંગ શ કયુ છે. તે પછી તા. ૨૩ માર્ચ સુધીમાં ૧૫ લાખ લોકો ભારત આવ્યા છે. જોકે, રાય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્રારા વાસ્તવમાં મોનિટરિંગ હેઠળના લોકોની સંખ્યા બહત્પ જ ઓછી છે. કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયે પણ રાયોને વારંવાર આ બાબત તરફ ગંભીરતાથી ધ્યાન આપવા જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશભરમાં વિદેશથી આવેલા લોકોએ પોતાના પ્રવાસની વિગતો છૂપાવી હોય અને ઘરે આઇસોલેશનમાં રહેવાને બદલે લોકોને મળતા રહ્યા હોય તેવા એકથી વધુ કિસ્સા બહાર આવી ચૂકયા છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati