Friday, 20 Mar, 11.38 am આજકાલ

હોમ
યાકૂબ મેમણની ફાંસી પછી પહેલીવાર અડધી રાત્રે ખુલ્યા સુપ્રીમ કોર્ટના દરવાજા

  • ફાંસીનો આ બીજો કેસ એવો છે જેના માટે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દરવાજા ખુલ્યા હતા

  • સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવું બહત્પં ઓછી વખત થયું છે કે યારે અડધી રાત્રે કોર્ટમાં કોઈ અર્જન્ટ કેસની સુનાવણી થઈ હોય. ફાંસીનો આ બીજો કેસ એવો છે જેના માટે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દરવાજા ખુલ્યા હતા. આ અગાઉ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના દોષિત યાકૂબ મેમણની ફાંસી વખતે પણ રાત્રે ત્રણ વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.ગઈ રાત્રે નિર્ભયાના આરોપીઓની અરજી હાઇકોર્ટે ફગાવી દીધા બાદ વકીલે સુપ્રીમ કોર્ટના દ્રાર ખખડાવ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે પણ રાત્રે ૩ વાગ્યે રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

    મુંબઈ સીરિયલ બ્લાસ્ટના દોષિત યાકૂબ મેમણની અરજીને રાષ્ટ્ર્રપતિેએ ફગાવી દીધી હતી. ૩૦ જુલાઈ ૨૦૧૫ના રોજ અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલવા પડા હતા. વકીલ ભૂષણ સહિત કેટલાક અન્ય વકીલો તરફથી મોડી રાત્રે ફાસી ટાળવા માટે અરજી કરવામાં આવી હતી.

    ત્યારે જસ્ટિસ દિપક મિશ્રાની આગેવાનીમાં ત્રણ જસ્ટિસની એક બેંચે રાત્રે ત્રણ વાગ્યે આ મામલાની સુનાવણી કરી હતી. ૩૦ જુલાઈની રાત્રે ૩.૨૦ વાગ્યે સુપ્રીમમાં સુનાવણી શ થઈ હતી, જે સવારે ૪.૫૭ સુધી ચાલી હતી. જોકે, ફાંસી ટાળવા માટેની આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને બાદમાં યાકૂબ મેમણને ફાંસી આપવામાં આવી હતી.

    નોંધનીય છે કે નિર્ભયા કાંડના ચારેય દોષિતોને આજે સાત વર્ષ બાદ તેમણે કરેલા જઘન્ય અપરાધોને સજા મળી ગઈ છે. તેમને તિહાડ જેલમાં ફાંસીના માચડા પર લટકાવી દેવામાં આવ્યા છે. પરંતુ આ ફાંસીને ટાળવા માટે દોષિતના વકીલે એડી-ચોટીનું જોર લગાવી દીધું હતું. દરેક પ્રકારના દાવ પેચ અપનાવી લીધા હોવા છતા પણ ન્યાયતંત્રએ પોતાનું કામ ખૂબ જ યોગ્ય રીતે કયુ જેથી નિર્ભયા અને તેના પરિવારને સાત વર્ષ પછી ન્યાય મળી શકયો

    Dailyhunt
    Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
    Top