Dailyhunt
કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની બાકી રકમ ચૂકવવા મુખ્યમંત્રીને રજૂઆત

કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની બાકી રકમ ચૂકવવા મુખ્યમંત્રીને રજૂઆત

આજકાલ 4 years ago

પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રાજ્યના કર્મચારીઓને જુલાઈ ૨૦૨૧ તથા જાન્યુઆરી-૨૦૨૨ના મોંઘવારી બે હપ્તાની રકમનો લાભ આપવા માગણી કરી છે.ભોળાભાઈએ જણાવ્યું છે કે, કેન્દ્રના કર્મચારીઓને જાન્યુઆરી-૨૦૨૨થી મોંઘવારીના ભથ્થામાં ૩ ટકાનો વધારો કરી આપવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના કર્મચારીઓને ગત જુલાઈ-૨૦૨૧થી ૩ ટકાનો વધારો ચૂકવવાનો લાંબા સમયથી બાકી છે.

કેન્દ્રના ધોરણે રાજ્યના કર્મચારીઓને મોંઘવારીની અસરને ઓછીકરવા માટે સમયાંતરે મોંઘવારીમાં ભથ્થામાં વધારો કરવાનું નકકી કરવામાં આવ્યું છે જે મુજબ રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા સમયસર અમલવારી કરવામાં આવતી નથી જેના કારણે જુલાઈ-૨૦૨૧થી ૩ ટકા મોંઘવારીનો હપ્તો ચૂકવવાનો બાકી છે.

કેન્દ્રની સાથે જ રાજ્યના કર્મીઓને મોંઘવારીના હપ્તાની રકમ સમયસર ચૂકવવા કાર્યવાહી થવાના બદલે કર્મચારીઓને મોંઘવારીના હપ્તાની રકમ ચૂકવવામાં બિનજરૂરી વિલંબ કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.આગામી વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ને ધ્યાનમાં રાખી જુલાઈ-૨૦૨૧ના બાકી રહેતા ૩ ટકા તથા જાન્યુઆરી-૨૦૨૨ના ૩ ટકા મળી કુલ ૬ ટકાની રકમ એરિયર્સ સાથે કર્મચારીઓને વહેલીતકે મળે તેવી કાર્યવાહી જ‚રીછે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati