Friday, 13 Dec, 10.30 am Aajno Yug

સમાચાર
અમેરિકામાં ઇસ્લામનો ઝડપી ફેલાવો

આમાં કોઇ બેમત નથી કે પહેલા પણ અને આજે પણ જે રીતે જાવામાં આવે છે. ઇસ્લામને ત્રાસવાદના નામ પર બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બિન મુસ્લમ સમુદાયના લોકોના મનમાં મુસ્લમના સંબંધમાં ખુબ વધારે પ્રમાણમાં ઝેર ભરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એક મુસ્લમ વ્યક્તથી પોતાને દુર રાખે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઇસ્લામની સામે વિરોધ પ્રદર્શન કરનાર અને તેનાથી નફરત કરનાર લોકો આજથી નહીં દશકોથી છે. છતાં આ બાબત આશ્ચર્યજનક સ્થતીમાં મુકનાર નથી કે ઇસ્લામને બદનામ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં ૩૧૩ની તુલનામાં આજે દુનિયાભરમાં મુસ્લમોની સંખ્યા બીજા નંબર પર પહોંચી ચુકી છે. સાથે સાથે આવનાર સમયમાં તેમની સંખ્યા પ્રથમ સ્થાન પર પહોંચી શકે છે. જાણકાર લોકો દાવો કરે છે કે જા ઇસ્લામ ખરેખર નરફત ફેલાવનાર ધર્મ હોય તો શુ આટલી મોટી સંખ્યામાં લોકો ઇસ્લામ ધર્મને સ્વીકાર કરે ?
પરંતુ પ્રશ્ન એ થાય છે કે આવુ સારુ ચિત્ર ઇસ્લામને લઇને લોકોની સામે આવે કઇ રીતે. કારણ કે મુÂસ્લમ લોકો ઉપરાંત જે સમુદાયના લોકો વિશ્વના જુદા જુદા દેશોમાં રહે છે તેમની સામે ઇસ્લામ માત્ર ત્રાસવાદના સ્વરૂપ તરીકે આવતા આ છાપ ઉભી થઇ રહી છે. તાજેતરમાં જ ઇસ્લામ અન માનવ જાતિ માટે ખતરરૂપ બની ગયેલા ખતરનાક ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસ દ્વારા એક ત્રાસવાદી ઘટનાને અંજામ આપતી વેળા વિડિયો ઇન્ટરનેટ દ્વારા કેટલાક ચિત્ર રજૂ કર્યા હતા. આના કારણે ઇસ્લામના નામ પર એક ખરાબ ચિત્ર લોકોની સામે સપાટી પર આવ્યુ હતુ. કેટલાક વર્ષ પહેલા અમેરિકામાં થયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલાથી સમગ્ર દુનિયા હચમચી ઉઠી હતી. ત્યારબાદ પ્રિન્ટ મિડિયા, ઇલેક્ટ્રોનિક મિડિયા, સોશિયલ મિડિયા દ્વારા ત્રાસવાદને ઇસ્લામના સ્વરૂપમાં દર્શાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તમામ નકારાત્મક પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં ઇસ્લામ ધર્મનો ફેલાવો ઝડપથી થઇ રહ્યો છે. અન્ય દેશોની તુલનામાં અમેરિકામાં સૌથી ઝડપથી ઇસ્લામ ધર્મનો ફેલાવો થયો છે. લેટિન ભાષાનો ઉપયોગ કરનાર લોકોને ઇસ્લામ ધર્મ અપનાવતા વધારે જાવા મળી રહ્યા છે. દેશના જાણીતા ઇતિહાસકાર રાજેન્દ્ર નારાયણલાલે પોતાના લેખમાં કહ્યુ હતુ કે ઇસ્લામને બદનામ કરવાના કારણે આ ધર્મ લોકો અપનાવી રહ્યા છે. જે રીતે ઇસ્લામ ધર્મના વિસ્તારમાં તેજી આવી રહી છે તેના માટે કેટલાક કારણ રહેલા છે. ઇસ્લામને બદનામ કરવાના પ્રયાસ જેટલા થયા છે તેટલા વધુ પ્રમાણમાં ઇસ્લામને લોકો અપનાવી રહ્યા છે. ઇસ્લામના ખરાબ પ્રચારના કારણે જ ઇસ્લામ ધર્મને સમજી લેવા માટે લોકોનો રસ વધ્યો છે. ઇસ્લામને જેટલુ બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવ્યાછે તેટલા પ્રયાસ અન્ય ધર્મને લઇને કરવામાં આવ્યા હોત તો તે ખતમ થઇ જાત. અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યા બાદ લોકો ઇસ્લામને જાણવા માટે મજબુર બની ગયા હતા. અમેરિકામાં ૪૨ લાખ મુસ્લમ છે.
જ્યારે પાચં કરોડ ૪૩ લાખ લેટિન છે. આમાંથી ત્રણ લાખ મુસ્લમ છે. એક રિપોર્ટ મુજબ અમેરિકામાં ધર્મ પરિવર્તનના મામલામાં ૯૨ ટકા લેટિન અમેરિકી લોકો છે. જે એક ચોંકાવી દેનાર બાબત છે. ઇસ્લામને સ્વીકાર કરનાર લોકોમાં મહિલાઓની સંખ્યા ખુબ મોટી રહેલી છે. જાણકાર લોકો તો અહીં સુધી કહે છે કે ઇસ્લામ ટુંક સમયમાં અમેરિકાના બીજા સૌથી મોટા ધર્મ તરીકે બની જશે. ઇસ્લામને લઇને કેટલાક સમુદાયના લોકોમાં વ્યાપક વિરોધ જાવા મળે છે. જા કે ત્રાસવાદી ગતિવિધીના કારણે ઇસ્લામને બદનામી મળી રહી છે. આ દિશામાં પણ ઇસ્લામ સમુદાયના લોકો ત્રાસવાદી ઘટનાને વખોડી કાઢવા માટે નક્કર રીતે મેદાનમાં આવે તે જરૂરી છે. ઇસ્લામ ધર્મને લઇને જે માન્યતા રહેલી છે તેને લઇને પણ મોટા ભાગના લોકો અપુરતી માહિતી ધરાવે છે. જા ટોપના ઇસ્લામિક દેશો ત્રાસવાદને સજા કરવા અને માનવ જાતિની સુરક્ષા માટે આગળ આવશે તો ઇસ્લામ સમુદાયનને લઇને લોકોની ભાવનાને બદલી દેવામાં વધુ મદદ મળી શકે છે. ઇસ્લામિક કટ્ટરપંથીઓને ખુલ્લા પાડીને ઉદાર ચહેરાને સપાટી પર લાવવાની જરૂર છે

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajno Yug
Top