Saturday, 14 Dec, 1.39 pm Aajno Yug

સમાચાર
ગુજરાત પોલીસ હે હમ - બાઝ કી નજર હે શેર કે હે કદમ : એન્થમ ફક્ત ૪૦ મિનિટમાં રેકોર્ડ કરી શંકર મહાદેવને

એન્થમ લખનારા પરેશભાઈ ઠક્કર અને જાણીતા
સંગીતકાર કલ્યાણજી-આણંદજી ના પુત્ર દીપક શાહે કમ્પોઝ કરેલ છે

અમદાવાદ,
બોલિવૂડના જાણીતા સિંગર કમ્પોઝર શંકર મહાદેવને ગુજરાત પોલીસ માટે બનાવેલી ઉપરોક્ત એન્થમ માત્ર ૪૦ મિનિટમાં ગાઈ ને પોતાના સ્ટુડિયોમાં રેકોર્ડ કરી છે રાષ્ટ્રપતિ ના નિશાન થી સન્માનિત થનારી ગુજરાત પોલીસ માટે નિશાન પ્રધાન નો કાર્યક્રમ આગામી ૧૫ ડિસેમ્બરે યોજવાનો છે એમાં શંકર મહાદેવને ગાયેલી આ એન્થમ ને લોન્ચ કરવામાં આવશે. ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું હતું કે ભારતના 6 રાજ્યો બાદ ગુજરાત પોલીસ ને 15 ડિસેમ્બરે પ્રેસિડેન્સિયલ કલર્સ મળશે. આ નિશાન પ્રધાન નો કાર્યક્રમ ગાંધીનગર પાસે કરાઈ માં યોજાશે જેમાં વિશિષ્ટ પ્રકારની થશે.


ગુજરાત પોલીસ માટે આ ગૌરવની વાત છે. એક મોટું એચિવમેન્ટ છે આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસની એન્થમ લોન્ચ કરાશે જે ગાયક શંકર મહાદેવને બનાવી છે. પોલીસ આ એન્થમ સાંભળશે તો જોશે.
એન્થમ લખનારા પૈકી ના પરેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે દસ દિવસમાં અમે એન્થમ બનાવી હતી એન્થમ જાણીતા સંગીતકાર કલ્યાણજી-આણંદજી ના પુત્ર દીપક શાહે કમ્પોઝ કરી છે. આ ગીતમાં ગુજરાત પોલીસ ની ટેગ લાઈન પણ વણી લીધી છે.

Official Gujarat Police Anthem

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajno Yug
Top