Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ

8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ

8th Pay Commission: 8મા પગાર પંચની રચના સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર, પેન્શન અને ભથ્થામાં વધારો કરવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. વિવિધ કર્મચારી સંગઠનો સરકાર સમક્ષ પોતાની માંગણીઓ અને સૂચનો રજૂ કરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોયીઝ ફેડરેશન (AINPSEF) સહિત ઘણી સંસ્થાઓ માને છે કે ફુગાવા અને વધતા દૈનિક ખર્ચને ધ્યાનમાં રાખીને વર્તમાન પગાર અપૂરતો છે.

જો આ સંગઠનોના સૂચનો સ્વીકારવામાં આવે તો લેવલ-1 કર્મચારીઓને તેમના કુલ માસિક પગારમાં 65 ટકા સુધીનો નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. જોકે, સરકારે હજુ સુધી આ દરખાસ્તોને અંતિમ મંજૂરી આપી હતી

ફેમિલી યુનિટ અને ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફારની માંગ

કર્મચારી સંગઠનોએ માંગ કરી છે કે પગાર ગણતરી માટે ફેમિલી યુનિટ 3 થી વધારીને 4.4 કરવામાં આવે, જેથી કર્મચારીના આશ્રિત માતાપિતાનો સમાવેશ થાય. સંગઠનોએ જણાવ્યું હતું કે આ ફિટમેન્ટ ફેક્ટરને આશરે 2.05 થી વધારીને 2.10 કરી શકે છે. આ કર્મચારીઓના બેસિક સેલેરીના આધારને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે, જેનાથી તેમના પગારમાં સીધો નોંધપાત્ર વધારો થશે.

HRAમાં જંગી વધારો અને TA ત્રણ ગણો કરવાનો પ્રસ્તાવ

વધતા શહેરી ખર્ચને ધ્યાનમાં રાખીને X, Y અને Z શ્રેણીના શહેરો માટે અનુક્રમે 36%, 24% અને 12% HRA આપવાનું સૂચન કરવામાં આવ્યું છે, જ્યારે કેટલીક સંસ્થાઓ 40% સુધીનો વધારો કરવાની માંગ કરી રહી છે. વધુમાં ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (TA)ને ઓછામાં ઓછા ₹9,000 સુધી વધારવા અથવા તેને સીધા ત્રણ ગણો કરવાની માંગણીઓ છે. સંસ્થાઓ એવી પણ માંગ કરે છે કે જ્યારે પણ DA 25% સુધી પહોંચે છે ત્યારે ફુગાવાના પ્રભાવને ઘટાડવા માટે તેને બેઝિક સેલેરીમાં મર્જ કરવામાં આવે.

કર્મચારી પગાર?

હાલના ડેટા અનુસાર, શ્રેણી X શહેરમાં કામ કરતા લેવલ-1 કર્મચારીનો કુલ માસિક પગાર આશરે ₹37,080 છે. વધુમાં, જો સંસ્થાઓનો 2.10 ફિટમેન્ટ ફેક્ટર, 36% HRA અને ₹9,000 ના મુસાફરી ભથ્થા (TA) માટેનો પ્રસ્તાવ મંજૂર થાય છે, તો કુલ પગાર આશરે ₹61,344 સુધી વધી જશે. NC-JCM સ્ટાફ સાઇડ, AIDEF અને IRTSA જેવા મુખ્ય સંગઠનો પણ આ ફેરફારોના સમર્થનમાં છે, પરંતુ અંતિમ નિર્ણય 8મા પગાર પંચના અહેવાલ પછી સરકાર પર રહેશે.

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita