Ahmedabad: અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં વહેલી સવારે એક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. નરોડા GIDCના ફેઝ નંબર 3માં આવેલી ત્રણ માળની ફેક્ટરીમાં આ આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
બિસ્કિટ અને વેફરની ફેક્ટરીમાં લાગી આગ
મળતી માહિતી મુજબ, નરોડા GIDC ફેઝ-3ના પ્લોટ નંબર 28 માં આવેલી બિસ્કિટ અને વેફર પ્રોડક્ટ બનાવતી ત્રણ માળની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગી હતી. સવારે 9:25 વાગ્યે આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ નરોડા અને નિકોલ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
...Mehsana: રક્ષાબંધનના દિવસે ઈન્સ્ટાગ્રામ પર ભાઈએ બહેનને બોલાવી રાખડી બાંધવા, પછી કર્યું અપહરણ
7 ગાડીઓ દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા અને તેના પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
...રક્ષાબંઘનની હૃદયસ્પર્શી કહાણી, સ્વર્ગસ્થ ભાઇનું જેમાં ધબકે છે હૃદય, તે યુવકને બહેને બાંધી રાખડી
શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની શંકા
પ્રાથમિક માહિતી અનુસાર, ફેક્ટરીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્રણ માળની આખી ફેક્ટરીમાં આગના ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. હાલ ફાયર વિભાગની કામગીરી ચાલુ છે અને ઘટનામાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તે અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.
નોંધનિય છે કે, આ આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ જોવા મળતા સ્થાનિકો તેમજ કર્મચારીઓમાં ભારે ચિંતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જે બાદ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ દ્વારા આગ અન્ય નજીકના ભાગોમાં કે આજુબાજુની ફેક્ટરીઓમાં ન ફેલાય તે માટે ખાસ તકેદારી રાખીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Author : gujarati.abplive.com

